બિમારી/ મહારાષ્ટ્રમાં કોરોનાના 8 દર્દીઓના મ્યુકોરમાઇકોસિસથી મોત

8 લોકોનાં મોત મહારાષ્ટ્રમાં

India

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે હવે મ્યૂકૉરમાઇકોસિસનો જોખમ વધી રહ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં મ્યૂકોરમાઇકોસિસના લીધે આઠ લોકોના મોત થઇ ગયાં છે અને એવા 200 દર્દીઓન સારવાર હેઠળ છે. નિષ્ણાતોના અનુસાર મ્યૂકોરમાઇકોસિસ એક ગંભીર બિમારી છે. આ કોઇ નવી બિમારી નથી,આ બીમારીમાં નાક,કાન,અને ગળા સિવાય અન્ય શરીરના ભાગોમાં નુકશાન થાય છે. આ બિમારી ઇમ્યૂનિટી ઓછી હોવાથી થાય છે.રોગપ્રતિકાર શક્તિ જેની ઓછી હોય તેને આ બિમારી થાય છે.

કોરોનાની મહામારી વચ્ચે મ્યૂકોરમાઇકોસિસ અંગે નીતિ આયોગના સભ્ય ડૉ.  વી.કે .પોલે કહ્યું હતું કે આ બિમારી એ પ્રાકૃતિક છે અને મ્યૂકોરમાઇકોસિસ અને કોરોના વચ્ચે કોઇ સંબધ નથી .આ બિમારી એવા લોકોને પ્રભાવિત કરે છે કે જેમના લોહીમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે.આ બિમારી પર નજર રાખી રહ્યા છે અને બિમારીનો ઇલાજ પણ થઇ શકે છે.