Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાથી 793 લોકોનાં મોત

મહારાષ્ટ્રમાં કોરોનાથી 793 લોકોના મોત

India

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં  વધઘટ થયા કરે છે. ગઇકાલે રાજ્યમાં ઓછા કેસો નોંધાયા હતા પરતું આજે  થોડા કેસોમાં વધારો થયો છે કોરોના સંક્રમણના 40 હજારથી વધુ કેસો નોધાયા છે અને 793 લોકોના મોત નિપજ્યા છે.

રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 40,956 કેસો નવા સામે આવ્યા છે. જયારે એકટિવ કેસોની સંખ્યા 5,58,996 છે. આ કોરોના દર્દીઓની સારવાર હોસ્પિટલ અથવા ઘરમાં ચાલી રહી છે. જયારે કોરોનાથી મોતના આંકડા છેલ્લા 24 કલાકમાં 793 થયાં છે. ગઇકાલની સરખામણીમાં વધારો થયો છે .કોરોનાથી મોત વધી રહ્યા છે. રાજ્યમાં હવે કોરોનાથી મૃત્યુની કુલ સંખ્યા 77,191 છે. કોરોનાને માત આપીને સાજા થનાર સંખ્યા 71966 છે.અત્યાર સુધી 45,41,391 લાખ લોકો રિકવાર થયા છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1717 કેસો નોંધાયા છે ,જયારે 51 લોકોના કોરોનાથી મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને મહારાષ્ટ્રમાં કોરોનાએ માઝા મૂકી છે.