કોરોનાથી બચાવવા માટે વેક્સિન વરદાન તરીકે જોવામાં આવી રહી છે. ભારતમાં બીજા તબક્કાનું રસીકરણ પણ શરૂ થઈ ગયું છે, પરંતુ ભારતમાં સગર્ભા સ્ત્રીઓ માટે હજી સુધી કોઈ રસીનું ટ્રાયલ થયું નથી, રસી લેવાને લઈને અનેક પ્રકારનાં અસમંજસ છે. ચાલો જાણીએ આ વિશે નિષ્ણાતો શું કહે છે.
શું ભારતમાં ગર્ભવતી મહિલાઓ માટે આ રસી લેવી સલામત છે? તેના જવાબમાં એમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે જી હા તે સલામત છે પરંતુ હજી સુધી કોઈ નિયમનકારો દ્વારા તેને મંજૂરી મળી નથી. તેમના નિવેદનથી તે સ્પષ્ટ છે કે સગર્ભા સ્ત્રીઓ વિશ્વના અન્ય દેશોમાં રસી લઈ રહી છે જ્યાં પરીક્ષણો થયા છે.

આપને જણાવી દઈએ કે અત્યાર સુધી ફાઇઝર અને મોડર્ના આવી બે રસી છે જેનો ઉપયોગ સગર્ભા સ્ત્રીઓ પર કરવામાં આવ્યો છે. ઘણા સંશોધનોમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ બંને રસી મહિલાઓના ગર્ભાશય માટે સલામત છે. આ બંને રસીની આવી આડઅસર હજી સુધી જોવા મળી નથી.
એટલું જ નહીં આ વાતનું પણ પ્રમાણ મળ્યું છે કે, જો કોઈ મહિલા વેક્સીનેશન કરાવે અને તે ભવિષ્યમાં માતા બને છે તો કોરોના સામે તેનો ફાયદો નવજાત શિશુને પણ થશે. કોવિડ વેક્સીન વાયરસની સામે પ્રતિરક્ષાને ભ્રૂણ સુધી પહોંચાડે છે. તેથી વ્યાપક રીતે ગર્ભવતી મહિલાઓ વેક્સીન લીધા બબાદ આ વાયરસ સામે પ્રતિરોધની સાથે બાળકની એક નવી પેઢીનો જન્મ થશે.
![]()
આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે સગર્ભા સ્ત્રીઓ કોઈપણ રસી લઈ શકે છે, તે તેમના માટે હાનિકારક નહીં હોય. પરંતુ ઘણી સ્ત્રીઓ અને ડોકટરો ભલામણ કરે છે કે જ્યાં સુધી ભારત સરકાર મંજૂરી નહીં આપે ત્યાં સુધી સગર્ભા સ્ત્રીઓએ રસી ન લેવી જોઈએ.
સીડીસીએ ભલામણ કરી છે કે સગર્ભા માતાને પણ કોવિડ -19 રસી આપવામાં આવે. પરંતુ ભારતીય રસી અંગે આ પ્રકારનો કોઈ અભ્યાસ બહાર આવ્યો નથી, તેથી તમને ફક્ત તમારા આરોગ્ય સંભાળ પ્રદાતાની સલાહ પર જ આ પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે.
![]()
કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વેક્સીનેશન અભિયાનની શરૂઆત પહેલા જ શંકાનું બીજ રોપવામાં આવ્યું હતું. નવેમ્બરમાં Pfizer આ જાહેરાત કરનારી પ્રથમ કંપની નબી હતી કે તેમની વેક્સીન સામે પ્રભાવી હતી, પરંતુ કંપનીએ તેમ પણ કહ્યું હતું કે, તેને હાલ ગર્ભવતી મહિલાઓ પર પરીક્ષણ કરવામાં આવી નથી.

