Recipe/ બહાર રેસ્ટોરન્ટમાં આ રીતે બનાવાય છે મસાલા છાશ

તો ચાલો આજે તમને એક એવી સિક્રેટ રેસીપિ જણાવીએ જે રીતથી હોટેલમાં છાશ બનાવવામાં આવે છે.

Health & Fitness Lifestyle

કહેવાય છે કે ભોજન બાદ છાશ લેવાથી પાચનની ક્રિયાઓમાં સુધારો આવે છે. ઘણાને જાડી છાશ ભાવે છે, તો ઘણાને પાતળી છાશ ભાવે છે. ઘણાને સાવ મોળી છાશ ભાવે છે, તો ઘણાને મસાલાથી ભરપૂર છાશ ભાવે છે. તો ચાલો આજે તમને એક એવી સિક્રેટ રેસીપિ જણાવીએ જે રીતથી હોટેલમાં છાશ બનાવવામાં આવે છે. તો ચાલો આજે તમને પણ શીખવી દઈએ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા છાશ બનાવવાની સરળ રીત.. તમે પણ નોંધી લો આ સિક્રેટ..

મસાલા છાશ બનાવવા માટેની સામગ્રી –

૨ કપ તાજું દહીં
૪ કપ ઠંડુ પાણી
૧ ચમચી શેકેલું જીરું પાવડર
૧/૨ ચમચી આદુ-મરચાંની પેસ્ટ
૧/૨ ચમચી સંચળ
સ્વાદાનુસાર મીઠું
૧ ચમચી તેલ
૧/૪ ચમચી જીરું
ચપટી હીંગ
૨ ચમચી સમારેલી કોથમીર

મસાલા છાશ બનાવવા માટેની રીત –

સૌ પ્રથમ દહીંમાં ઠંડુ પાણી ઉમેરીને હેન્ડ બ્લેન્ડર વડે વલોવીને છાશ બનાવો. છાશ બનાવવા માટે દહીં ઘટ્ટ તથા તાજું અને સહેજ ખટાશ પડતું લેવું તો છાશ વધુ સ્વાદિષ્ટ બનશે. ત્યારબાદ તેમાં શેકેલું જીરું પાવડર, સંચળ, મીઠું, આદુ-મરચાંની પેસ્ટ ઉમેરી મિક્સ કરો. એક તડકાપેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હીંગ ઉમેરી સહેજ તતડે એટલે ગેસ બંધ કરી તેને છાશમાં ઉમેરી મિક્સ કરો. તેમાં સમારેલી કોથમીર ઉમેરો. કાચનાં ગ્લાસમાં સર્વ કરી ઉપરથી જીરું ભભરાવી કોથમીરની ગાર્નિશ કરી સર્વ કરો.

Buttermilk or chaach: Why you shouldn't avoid it this winter | Lifestyle News,The Indian Express

તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા છાશ.