Surat/ વેકસીનના વિરોધના મામલે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન, Vaccineનો વિરોધ કરનારા લોકો છે..

ધર્મેન્દ્ર પ્રધાને કોરોના વેક્સિનના વિરોધને લઈ જણાવ્યું કે, “કોરોના વેક્સિનનો વિરોધ કરનારા મંદ બુદ્ધીના છે. તેમને કહ્યું કે, “કોરોના વેક્સિનનો વિરોધ કરનારા લોકો મંદબુદ્ધિના છે. જેમણ ભારતના વૈજ્ઞાનિકો પર વિશ્વાસ નથી,

Gujarat Surat

કેન્દ્ર સરકાર દ્વારા સીરમ ઇન્સ્ટીટયુટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમરજન્સી ટ્રાયલ માટે મંજુરી અપાઈ છે અને દેશમાં આ સમયમાં વેક્સીનેશન માટેની તૈયારીઓ કરાઈ રહી છે, ત્યારે બીજી બાજુ આ વિપક્ષ આ વેક્સીનને લઈ વિરોધ કરી રહ્યું છે, ત્યારે આ વિરોધને લઇ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન સામે આવ્યું છે.

ધર્મેન્દ્ર પ્રધાને કોરોના વેક્સિનના વિરોધને લઈ જણાવ્યું કે, “કોરોના વેક્સિનનો વિરોધ કરનારા મંદ બુદ્ધીના છે. તેમને કહ્યું કે, “કોરોના વેક્સિનનો વિરોધ કરનારા લોકો મંદબુદ્ધિના છે. જેમણ ભારતના વૈજ્ઞાનિકો પર વિશ્વાસ નથી, જેમણે ભારતીયોની શક્તિ પર વિશ્વાસ નથી, તે આવી પાયા વિહોણી વાત કરે છે. વેક્સીન અમારા વૈજ્ઞાનિકોની આપણી મેડિસિન બનાવનારી કંપનીઓ જે ભારતીયો છે તેમની વિશેષ સિદ્ધિ છે. આજે દેશનો નાગરિક તેનું સ્વાગત કરે છે.”

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યુ કે, કોરોનાની રસી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી દેશના લોકો માટે મોટી ભેટ છે. કેટલાક મંદબુદ્ધિના લોકો જે ક્યારેય સુધરશે નહી, વિશેષ કરીને કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ જે તમામ વસ્તુમાં ખોટ દેખાય છે તેવા લોકોને ભગવાન સદબુદ્ધિ આપે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…