અયોધ્યા નરેશે મિથિલાના નરેશ જનકજીની મહત્તા વધારવા કહ્યું કે તમે મારા પૂત્રને કન્યાદાન કરો છો તમારે હાથ જોડવાના ન હોય. આ વાત સમાજના દરેક વેવાઈ સમજે તો ઘણી સમસ્યાઓ ઉકેલાઈ જાય
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
રામાયણ-રામચરિત માનસ ભગવાન શ્રીરામની ગુણગાથા દરેક ભારતીઓની પથ દર્શક છે. રામાયણને ભલે આપણે આપણા દેશનો મહાન ધર્મગ્રંથ ગણતા હોઈએ અને ગૌરવ અનુભવતા હોયએ પરંતુ આ ધર્મ ગ્રંથના દરેક પાત્રો રાજધર્મ તો સમજાવે જ છે પણ સાથોસાથ સમાજ ધર્મ પણ સમજાવે છે. અયોધ્યાના મહારાજા દશરથ પણ રઘુવંશના શ્રેષ્ઠ રાજવી છે. હવે દશરથજીની મહાનતા ઉદારતા અનેક પ્રસંગોએ પ્રસ્તુત થાય છે મહર્ષિ વિશ્ર્વામિત્ર પોતાના યજ્ઞના રક્ષણ માટે રામલક્ષ્મણની માગણી કરે છે ત્યારે પહેલા તો પુત્ર પ્રેમ ખાતર દશરથજી અચકાય છે. પરંતુ ગુ વસિષ્ઠજી તેમને સમજાવે છે કે રામ એ કોઈ સામાન્ય જણ નથી. મહર્ષિ વિશ્ર્વામિત્ર ધારે તો પોતાના તપોબળથી રાક્ષસોને ભસ્મીભૂત કરી શકે તેમ છે પરંતુ તેઓ ઈચ્છે છે કે આ કાર્ય રામના હસ્તે થાય. અંતે દશરથજી રામ અને લક્ષ્મણને વિશ્ર્વામિત્રજીની સાથે મોકલે છે એટલુંજ નહિ પરંતુ તે બન્નેનું ગુની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરવા સલાહ આપે છે. રામ અને લક્ષ્મણ યજ્ઞનું રક્ષણ કરે છે અને મારીચ સુબાહુ તડકા વિગેરેનો સંહાર કયર્િ બાદ મિથિલા નરેશ મહારાજા જનકની પુત્રી સીતાના સ્વયંવરમાં ભાગ લેવા મળેલા આમંત્રણને માન આપી મિથિલા જાય છે. સ્વયંવર સમારોહમાં ત્યાં એક્ઠા થયેલા મોટા માથાઓ અમાન રાજકુંવરો શીવ ધનુષ્ય તોડી શકતા નથી. જનકજી અફસોર વ્યક્ત કરતાં પૃથ્વી પર કોઈ ક્ષત્રિય ન હોત તેવી ખબર હોત તો હું આવી પ્રતિજ્ઞા લેતજ નહિ તે સમયે ભગવાન રામ તો શાંત જ રહે છે પણ નાનાભાઈ લક્ષ્મણજી મહારાજા જનકને લલકારે છે. રઘુકુળ શીરોમણી મારા મોટાભાઈ રામ જ્યાં સુધી આ સમારોહમાં હાજર હોય ત્યાં સુધી તમે આવા શબ્દો બોલી શકો નહિ આખરે ગુ વિશ્ર્વામિત્રની આજ્ઞા બાદ રામ ઉભા થાય છે અને તેઓ શીવ ધનુષ્યના બે કટકા કરે છે અને સીતાજી ભગવાન રામના ગળામાં વરમાળા પહેરાવે છે. ત્યારબાદ ક્રોધીત બનેલા ભગવાન પરશુરામ આવે છે પણ ભગવાન રામ તેને શાંત પાડે છે અને પછી મહારાજા જનકજી અયોધ્યા દૂત મોકલે છે અને મહારાજા દશરથને જાન લઈને આવવાનું આમંત્રણ મોકલે છે. ગુ વસિષ્ઠજીની આજ્ઞા બાદ મહારાજા દશરથ મિથિલા જાય છે.

અયોધ્યા નરેશ મહારાજા દશરથ અને મિથિલાના મહારાજા જનકજીનું મિલન થાય છે. બન્ને વેવાઈઓ એકબીજાને ભેટે છે મહારાજા જનક પોતાની જાતને ધન્ય ગણે છે અને અયોધ્યા નરેશ મહારાજા દશરથજી સામે હાથ જોડી આવકારે છે. આ મહારાજા જનકનો વિવેક હતો. દિકરીના પિતા તરીકે દાખવવાનો શીષ્ટાચાર હતો. પરંપરા હતી. પરંતુ તે વખતે મહારાજા દશરથ પણ કહે છે કે તમારે હાથ જોડવાના ન હોય તમે મારા પુત્રને ક્ધયાદાન કરવાના છો અને અમારે તો સ્વીકારવાનું છે મહારાજ તમે દાન દેનારા છો અમે સ્વીકારનારા છીએ તમારે હાથ જોડવાના ન હોય. ચક્રવર્તી મહારાજા દશરથનો વિવેક હતો, નમ્રતા હતી અને પૂત્રના માબાપે કેવી રીતે વર્તવું જોઈએ તેવી શીખ હતી. જનકજી અને દશરથજીના આ ટૂંકો સંવાદ સમાજને ઘણું શીખવી જાય છે. પુત્રના પરાક્રમથી અહંકાર કરવાને બદલે નમ્રતા રાખવાનો ગુણ શીખવે છે.

જાનની વિદાય વખતે મહારાજા જનક ફરી એકવાર હાથ જોડીને પોતાની પુત્રીના પિતા તરીકેની પરંપરા નીભાવે છે અને કહે છે કે મારી પૂત્રીથી પ્રારંભમાં કોઈ ભૂલ થાય તો સેવિકા સમજી માફ કરશો ત્યારે દશરથજી કહે છે કે તમારી પુત્રી અમારે ત્યાં વહુ બનીને નહિં બેટી બનીને આવે છે. લક્ષ્મીજી બનીને આવે છે. તેમને પુત્રી સમાન માન મળશે. આ પણ દશરથ જીતી નમ્રતાનું બીજું ઉદાહરણ છે.
અયોધ્યા નરેશ દશરથજી રામનો રાજ્યાભિષેક નક્કી કરે છે પણ મેઘરાજા ચડામણીથી મહારાણી કૈકૈયી પોતાના પુત્ર ભરતને ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ પોતાના જૂના વરદાન પેટે માગે છે દશરથ વ્યથા સાથે વચનપાલન કરે છે વચન પાલન ખાતર પહેલા પોતાના સૌથી મોટા પૂત્ર રામનો વિરહ અને પછી તેના દુ:ખમાં પરલોક પ્રયાણ કરે છે.

મહારાજા જનકજી ચીત્રકુટ ખાતે ભગવાન રામને અયોધ્યા પાછા લાવવા ગયેલા પરિવાર અને મંત્રીઓને મળે છે રામની મયર્દિા અને ભરતની ભક્તિ વચ્ચેની ટક્કરના રેફરી બને છે ભરતની ભક્તિપ્રેમ શ્રેષ્ટ છે તેવું જાહેર કરે છે. સાથોસાથ જનકજી એમ પણ કહે છે કે ભક્તે પણ પોતાના ભગવાનની ઈચ્છાને માન આપવું જોઈએ. આ જનકજીનું બન્નેને ન્યાય કરવાનું વલણ હતું. ભગવાન રામ ભરતને કહે છે તું જીત્યો અને હું હાર્યો તારી માગણી મુજબ હુ અયોધ્યાનું રાજ સ્વીકારું છું પરંતુ સાથોસાથ એમ પણ કહે છે કે પિતાના વચનનું હું પાલન કરી શકું તે માટે 14 વર્ષ સુધી અયોધ્યાનું શાસન તારે મારા વતી સંભાળવાનું છે પછી હું તારી પાસેથી પરત લઈ લઈશ.

વનવાસના અંતિમ તબક્કામાં માતા સિતાજીનું રાવણે હરણ કર્યુ અને ભગવાન રામે રાવણનો વધ કર્યો પોતે લંકાની ગાદી સંભાળવાને બદલે રાવણના ભાઈ વિભિષણને રાજ સોંપ્યુ ત્યારબાદ દેવતાઓ ભગવાન રામ પર પુષ્પવૃષ્ટિ કરતાં હતા ત્યારે કથા કહે છે અને ટીવી શ્રેણી રામાયણમાં દેખાડવામાં આવે છે તે પ્રમાણે મહારાજા દશરથ પણ પ્રગટ થાય છે અને કહે છે કે હું તારા પરાક્રમોથી ખૂશ છું. તું ભગવાન વિષ્ણુનો અંશ અવતાર છો તેવું મેં સાંભળ્યું છે ત્યારે ભગવાને રામ નમ્રતાથી કહે છે અત્યારે તો મેં આપના પુત્ર તરીકે અવતાર લીધો છે તે વખતે ભગવાન રામ કહે છે કે તમે મને વરદાન આપવા માગતા હો તો એકજ વરદાન આપો. તમે પરલોક પ્રયાણ કરતાં પહેલા મારી માતા કૈકૈયીનો પરિત્યાગ કર્યો હતો શાપ આપ્યો હતો. મારા માતાને શાપમૂક્ત કરો. મહારાજા દશરથ પ્રસન્ન થઈ કૈકૈયીને શાપમાંથી મુક્ત કં છું તેમ કહે છે અને સાથોસાથ એમ પણ કહે છે કે તારા (રામ) અને ભરત જેવા પુત્રોના કારણે કૈકૈયી ધન્ય થઈ ગઈ.
મહારાજા દશરથે જીવતા તો રાજા, પતિ, પિતા અને વચન પાલક રઘુવંશી તરીકેના અનેક ધર્મ નીભાવ્યા હતા. પરંતુ સાથોસાથ પરલોક પ્રયાણ કર્યા પછી પણ પોતાના પુત્રની માગણી મુજબ કૈકૈયીને શાપમુક્ત કરેલા. આવી મહાનતા રઘુવંશી કે રઘુકુળના મહારાજા જ દશર્વિી શકે.
રામાયણના દરેક પાત્રો સમાજને ઘણું શીખવે છે. તેમાં મહારાજા દશરથ પણ પોતાના બોધ દ્વારા નહિ પણ વર્તન દ્વારા સમાજને શીખ આપે છે કે પુત્રના પિતાએ ક્યારેય પોતાના વેવાઈ એટલે કે પૂત્રવધુના પિતાને સમાન માન આપવું જોઈએ પુત્રવધુને માત્ર ‘ઘરની વહુ’ તરીકે નહી પણ કુળની લક્ષ્મી કે બેટી તરીકે સ્વીકારવી જોઈએ. આવા આદર્શ આપનારા માનવીના ઘેર જ ભગવાન અવતાર લે તેના મુળમાંજ નારાયણનું આગમન થાય તે વાત સમજી લેવા જેવી છે.
