Not Set/ રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં ધીરે-ધીરે ઘટાડો, નવા 9061 કેસો સામે 15076 દર્દીઓ સાજા, વધુ 95ના મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 95 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 9039 પર પહોંચ્યો છે.

Top Stories India

ગુજરાત રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં ધીરે-ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે. જયારે રીકવર થયેલા કેસમાં વધારો નોધાઇ રહ્યોછે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 9061 કેસો નોંધાયા છે અને સામે 15076 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 95 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 9039 પર પહોંચ્યો છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 15076 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 624107 થઇ છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 111263 છે.

ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2396, સુરતમાં 598, વડોદરામાં 569, રાજકોટમાં 274, જામનગરમાં 239, મહેસાણામાં 234 નવા કેસો નોંધાયા છે.