દુષ્કર્મ/ અમદાવાદ: દાણીલીમડામાં મામાએ ભાણી ઉપર બગાડી નજર, પોલીસ ફરિયાદ નોંધાઈ

શહેરના દાણીલીમડામાં સગા માસાએ પોતાની જ ભાણીને હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી હતી. સગીર વયની ભાણીને ઘરે મદદ કરવાના બહાને બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. દાણીલીમડા પોલીસે આ ઘટનામાં નરાધમ માસાની ધરપકડ કરી છે.ઘટનાની વિગતો મુજબ, દાણીલીમડા વિસ્તારમાં યુવક અને તેની પત્ની વચ્ચે ઝધડો થતા પત્ની રિસાઈને જતી રહી છે. જેથી આરોપી […]

Ahmedabad Gujarat

શહેરના દાણીલીમડામાં સગા માસાએ પોતાની જ ભાણીને હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી હતી. સગીર વયની ભાણીને ઘરે મદદ કરવાના બહાને બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. દાણીલીમડા પોલીસે આ ઘટનામાં નરાધમ માસાની ધરપકડ કરી છે.ઘટનાની વિગતો મુજબ, દાણીલીમડા વિસ્તારમાં યુવક અને તેની પત્ની વચ્ચે ઝધડો થતા પત્ની રિસાઈને જતી રહી છે. જેથી આરોપી માસાએ સાળીને ઘર માં કોઈ ન હોવાથી મદદ કરવા માટે ભાણીને મોકલવાનું કહ્યું હતું. જેથી બનેવીની મદદ માટે ૧૫વર્ષીય પુત્રીને મોકલી હતી. માસાની સગીર વયની ભાણી પર નજર બગડી હતી. બે-બે વાર મરજી વિરુદ્ધ બળાત્કાર ગુર્જાયો હતો. સગીરાની મોટી બહેન માસાના ઘરે આવી ત્યારે બાથરૂમમાં સગીરા કપડાં લોહીવાળા જોયા બાદ પૂછતાં બહાર આવ્યું હતું કે માસાએ આ કૃત્ય આચર્યું છે. જેથી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને આરોપીની ધરપકડ કરાઈ હતી.

આરોપીની પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેણે ભાણી સાથે બળાત્કાર ગુજાર્યો હતો એટલું જ નહીં ભાણી કોઈને પણ કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે હાલ નરાધમ આરોપીની ધરપકડ કરી મેડિકલ ટેસ્ટ કરાવી વધુ તપાસ શરૂ કરાઇ છે.