Not Set/ તાઉતે વાવાઝોડાની ગુજરાતમાં અસર, જુઓ કેવા દેખાયા દ્રશ્યો?

ચક્રવાતી તોફાન તાઉતે સોમવારે રાત્રે ગુજરાતનાં સૌરાષ્ટ્ર કાંઠાને ટકરાયુ હતુ અને તે દરમિયાન 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાનું લેન્ડફોલ ચાલુ છે અને તેના કારણે રાજ્યનાં 14 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી યથાવત છે.

Top Stories Gujarat Others

ચક્રવાતી તોફાન તાઉતે સોમવારે રાત્રે ગુજરાતનાં સૌરાષ્ટ્ર કાંઠાને ટકરાયુ હતુ અને તે દરમિયાન 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાનું લેન્ડફોલ ચાલુ છે અને તેના કારણે રાજ્યનાં 14 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી યથાવત છે.

આજે સવારથી ગુજરાતમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) નાં અનુસાર, છેલ્લા 24 કલાકમાં કર્ણાટક, કેરળ, તામિલનાડુ, ગોવા અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે. સેંકડો મકાનો નાશ પામ્યા છે, જ્યારે ત્યાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે. આ વચ્ચે ઉનાથી એક વીડિયો વાયરલ થયો છે. જેમા તમે અંદાજો લગાવી શકો છો કે પવનની ગતિ કેટલી હશે.

આપને જણાવી દઇએ કે, ચક્રવાત તાઉતે નબળો પડી ગયો છે, પરંતુ જામનગરમાં સવારથી જ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. જુઓ તેના દ્રશ્યો.

ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, ગુજરાતનાં દરિયાકાંઠા પર લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ છે, આ ચક્રવાતને કારણે 14 જિલ્લાઓ પ્રભાવિત થયા છે.

ગુજરાતનાં ઉનામાં ગઇકાલે ઘણા વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા. જેના કારણે રોડ બ્લોક થઇ ગયા હતા.

ડાંગ

આ ઉપરાંત જો ડાંગ જિલ્લાની વાત કરીએ તો અહી વાવાઝોડા ને પગલે ભારે પવનથી નુકશાન થયુ છે. જિલ્લાનાં આહવા તાલુકાનાં પૂર્વ પટ્ટીમાં આવેલા ચીંચલી, નિમપાડા તેમજ વઘઇ તાલુકાનાં શામગાહન,ગલકુંડ સાકડપાતડ જેવા વિસ્તારોમાં કાચા મકાનને નુકશાન થયુ છે. વઘઇ ખાતે આવેલ નેરોગેજ રેલવે સ્ટેશનનાં પતરા ઉડ્યા છે.

નવસારી

તાઉતે વાવાઝાડોને લઇ નવસારી જીલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે વર્ષેલા વરસાદને કારણે ગણદેવી તાલુકાના માર્ગો પર અનેક જગ્યા એ વૃક્ષો ધરાશાઈ થયા છે. ગણદેવી તાલુકાનાં માર્ગો પર અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થયા છે. ત્યારે પોલીસ પણ કામે લાગી છે. જાહેર માર્ગો પર ધરાશાઈ થયેલા વૃક્ષોને નવસારીનાં બીલીમોરા પોલીસે હટાવી રસ્તો ખોલ્યો છે.