Not Set/ ભારતના ભાગલા પાડી પાકિસ્તાન તૈયાર કર્યું તો પેલેસ્ટાઇનના ભગલા પાડી ઇઝરાઇલ બનાવ્યું, ચારેય આજે જમીન માટે 70 વર્ષ પછી પણ લોહી વહાવી રહ્યા છે

બીજા વિશ્વ યુદ્ધ પછી, પેલેસ્ટાઇન 1948 માં બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું. બરાબર ભારત અને પાકિસ્તાન ની જેમ. ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન બે સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવામાં આવ્યા.

Top Stories World

અરેબિયાનો રણપ્રદેશ હંમેશાથી ચર્ચાઓનો વિષય રહ્યોછે. પ્રકૃતિએ તેને પહેલાથી જ રણ અને નિર્જન બનાવ્યું હતું, હવે રોકેટ અને મિસાઇલો અહીં અરાજકતા ફેલાવી રહ્યા છે. વિવાદ જમીનનો છે, પરંતુ તેને ધર્મિક સ્વરૂપ આપીદેવામાં આવ્યું હોય તેમ લાગે છે. ઇઝરાઇલમાં  યહૂદીઓ છે તો અરબી દેશોમાં સુન્ની મુસ્લિમો છે. ।

બ્રિટિશ સરકારની ગંદી ચાલ

જ્યાં તમે ઇઝરાઇલ-પેલેસ્ટાઇન વિવાદ જોઈ રહ્યા છો તે મિડલ ઈસ્ટ એટલે કે મધ્ય પૂર્વમાં આવે છે. આ એશિયાનો પાછળનો ભાગ છે. અહીં 95 ટકા વસ્તી મુસ્લિમ છે. જો તમે તેને સીધા નકશા પર જોશો, તો પછી તમે ભારત થી પાકિસ્તાન અને ઈરાન થઈને ઇઝરાઇલ પહોંચશો. 1948 માં, પેલેસ્ટાઇનના ભાગલા કરીને ઈઝરાઈલ બનાવવામાં આવ્યું. જો કે, યહૂદીઓ પહેલાં અહીં રહેતા હતા. આ વિવાદ હકીકતમાં અંગ્રેજોની દેણ  છે. બીજા વિશ્વ યુદ્ધ પછી, પેલેસ્ટાઇન 1948 માં બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું. બરાબર ભારત અને પાકિસ્તાન ની જેમ. ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન બે સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવામાં આવ્યા.  ભારત માટે કાશ્મીર આજે પણ એક સમસ્યા છે અને બંને લડી પણ રહ્યા છે.

આઈપીએલ એટલે કે ઇઝરાઇલ-પેલેસ્ટાઇન અને લંડન

બીજા વિશ્વયુદ્ધ પછી અથવા તે પહેલાં, બ્રિટીશરો જ્યાં પણ ગયા ત્યાં તેમનું રાજ કાયમ કરતા હતા. કેટલાક એવા નિર્ણય ત્ત્યા મૂકી ને આવતા કે લોકો હમેશા માટે લડતા જ રહે. બસ આવું જ અહીં છે અને તેથી જ તેને આઈપીએલ કહીએ છીએ. ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન અલગ દેશ બનાવવાનો નિર્ણય લંડનમાં થયો હતો. ભારત અને પાકિસ્તાન પણ લંડનની ભેટ છે.

हमास ने गाजा पट्टी में इसी तरह की कई सुरंगें बनाई हैं। ये कई मीटर लंबी हैं।

યુનોની આડમાં પોતાનું હિત સાધી રહ્યા છે

બ્રિટીશ સામ્રાજ્ય ગુલામ દેશોને આઝાદ તો કરે છે પરંતુ તેમની વચ્ચે કાયમી વિવાદનું બીજ મુક્ત જાય છે. ત્યારબાદ એજ બીજ વૃક્ષમાં પરિણામે છે અને તબાહીમાં બ્રિટન અને અમેરિકા  આ દેશોને પોતાના શસ્ત્રો વેચે છે. થોડા દિવસો પછી આ વિવાદો યુએનઓ સુધી પહોચી જાય છે. ઇઝરાઇલ-પેલેસ્ટાઇન સાથે આવું જ બન્યું હતું અને કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાન સાથે પણ એવું જ થઈ રહ્યું છે. સત્ય એ છે કે યુ.એન.ઓ. કોઈ પણ મુદ્દાનું સમાધાન ક્યારેય શોધી શક્યું નથી.

BALFOUR ઘોષણા

1948 માં, અંગ્રેજો આ ખ્યાલ (બેલ્ફોર) લાવ્યા. આ હેઠળ પેલેસ્ટાઇનને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું. ઇઝરાઇલની સ્થાપના 14 મે 1948 ના રોજ થઈ હતી. પેલેસ્ટાઇનની કુલ જમીનનો 44% ભાગ ઇઝરાઇલને અને 48% પેલેસ્ટાઇનને આપવામાં આવ્યો હતો. જેરુસલેમને 8% જમીન આપીને તેને UNO નો એક ભાગ બનાવવામાં આવ્યો હતો. એટલે કે, તેના પર પેલેસ્ટાઇન કે ઇઝરાઇલનો કોઈ અધિકાર નહોતો. આનાથી અરબ દેશો રોષે ભરાયા. ઇઝરાઇલ હજુ તો બન્યું જ હતું ત્યાં યુદ્ધ શરુ થઇ ગયું.  જેમ પાકિસ્તાન 1947 માં ભારતથી અલગ રાષ્ટ્ર બન્યું અને સાથે કાશ્મીરના મુદ્દા પર બંને દેશો સમ સામે આવી ગયા હતા. બંને કિસ્સાઓમાં, આ વલણ આજે પણ ચાલુ છે.

ઇઝરાઇલની રચના થતાં જ તેના પર 6 અરબ દેશોએ હુમલો કર્યો હતો. ઈઝરાઈલીઓમાં જીવંત રહેવાની લડત ચાલી. આ યુદ્ધ તેણે જીતી લીધો.

Israeli troops kill two Palestinians after alleged West Bank attackIsraeli troops kill two Palestinians after alleged West Bank attack

જેરુસલેમ પર વિવાદ કેમ છે

આ શહેર ત્રણ ધર્મોની આસ્થાનું કેન્દ્ર છે. ખ્રિસ્તી, મુસ્લિમ અને યહૂદી. ખ્રિસ્તીઓ માને છે કે જેરૂસલેમ બેથલેહેમ છે જ્યાં ખ્રિસ્તનો જન્મ થયો હતો. યહૂદીઓ માને છે કે અહીંથી જ તેમના ધર્મની શરૂઆત થઈ. અને અહીં અલ અક્સા છે, જે મુસ્લિમોની ત્રીજી પવિત્ર મસ્જિદ છે.

इजराइल और फिलिस्तीन की ताजा जंग अल अक्सा मस्जिद में इजराइली पुलिस के घुसने और लोगों से मारपीट का नतीजा है।

પેલેસ્ટાઇનની જમીન  48% થી ઘટીને માત્ર 12% થઈ ગયું છે

1948 પહેલા 100% પેલેસ્ટાઇન હતો. 14 મે 1948 ના રોજ ઇઝરાઇલ અલગ રાષ્ટ્ર બન્યું અને પેલેસ્ટાઇન ફક્ત 48% જમીંજ વધી. જમીનનો 44% હિસ્સો ઇઝરાઇલનો હતો. ત્યારબાદ ઇઝરાયેલે તેની શક્તિના જોરે પેલેસ્ટિનિયન જમીન પર કબજો જમાવતું ગયું. આજે સ્થિતિ એ છે કે આજે ફક્ત 12% જ જમીન પેલેસ્ટાઇનની છે. ઇઝરાઇલે કેટલાક નિયમો બનાવ્યા કે પેલેસ્ટાઇનના લોકો પોતાને બચાવવા સેના બનાવી શક્યા નહીં. તેમને શસ્ત્રો રાખવા પણ મંજૂરી નથી.

India calls for direct peace talks between Israel, Palestine based on  global consensus - The Hindu

મુસ્લિમો માટે આ યુદ્ધ કેમ મહત્વનું છે

સામાન્ય લોકો માટે મુસ્લિમોના બે ધાર્મિક સ્થળો મહત્વપૂર્ણ છે. એક મક્કા અને બીજો મદીના. તે બંને સાઉદી અરેબિયામાં છે, પરંતુ ત્રીજી પવિત્ર મસ્જિદ અલ અક્સા છે અને તે યરૂશાલેમમાં છે. તે  યુએનના કબજામાં છે. અને દુનિયા જાણે છે કે સંયુક્ત રાષ્ટ્ર એ માત્ર અમેરિકા અને ઇઝરાઇલ જેવા શક્તિશાળી દેશોની કઠપૂતળી સિવાય કંઈ નથી.

Beefed-up Israel Police Clash With Palestinians in Jerusalem - Bloomberg

વિવાદ કેવી રીતે શરૂ થયો

જેરૂસલેમમાં એક સ્થાન છે – શેખ જાર્રાહ. ઇઝરાઇલની સુપ્રીમ કોર્ટે આ સ્થળ ખાલી રાખવાનો આદેશ આપ્યો છે, કારણ કે આ સ્થાન યહૂદીઓનું છે. લગભગ 150 વર્ષ પહેલાં, જ્યારે બ્રિટીશ શાસનએ યહૂદીઓને ખાતરી આપી હતી કે તેઓ આ સ્થળે વસવાટની મંજુરી આપવામાં આવશે. ત્યારે યહૂદીઓએ આ જમીન આરબો પાસેથી ખૂબ જ ઉંચી  કિંમતે ખરીદી હતી. તેના દસ્તાવેજો યહૂદીઓ એટલે કે ઇઝરાઇલ પાસે પણ છે. હવે ઇઝરાઇલી સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે શેખ જાર્રાહ વિસ્તારમાં આવેલા પેલેસ્ટાનીઓના 500 મકાનો તોડી પાડવામાં આવશે કારણ કે આ જમીન 150 વર્ષથી યહૂદીઓની માલિકીની છે.

અલ અક્સા મસ્જિદ શેખ જાર્રાહથી થોડે દૂર છે. 13 એપ્રિલે નમાઝ પછી ઇઝરાઇલી પોલીસ અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ મસ્જિદમાં ઘૂસી ગઈ.

सैन्य ताकत के मामले में हमास या फिलिस्तीन इजराइल के आगे कहीं नहीं ठहरता। ये भी कहा जा सकता है कि दोनों की कोई तुलना ही नहीं है।

નેતન્યાહુ પર દબાણ

અલ અક્સામાં ઇઝરાયલી કાર્યવાહીનો ઘણા દેશોએ વિરોધ કર્યો હતો. ભારતે એમ પણ કહ્યું હતું કે યથાવત્ જાળવી રાખવી જોઈએ. યુએને કહ્યું – ત્યાં અમારું શાસન છે તેથી, ઇઝરાઇલે ઓપરેશન બંધ કરવું જોઈએ. ઇઝરાઇલની વસ્તી એક કરોડથી ઓછી છે અને તેમાંથી 14% (આશરે 1.5 મિલિયન) અરબ મુસ્લિમ છે અથવા એમ કહો કે  પેલેસ્ટિનિયન. તે અલ અક્સાના અપમાનથી નારાજ થયા હતા. ઇઝરાઇલના યહૂદીઓ અને મુસ્લિમો વચ્ચે રમખાણો શરૂ થયા. હમાસ બહારથી હુમલો કરી રહ્યો હતો. નેતન્યાહુની સરકાર પણ લઘુમતીમાં છે. એટલે કે નેતન્યાહુ સરકારને ત્રણ બાજુથી મુશ્કેલી હતી.

પેલેસ્ટાઇનમાં પણ  હવે બે ભાગ થયા છે 

1948, 1956, 1967, 1973 અને 1982 માં ઘર્ષણ થયું હતું. ઇઝરાઇલ નું પલડું હંમેશાથી પેલેસ્ટાઇન ઉપર ભારે રહ્યું છે. તેણે દરેક યુધ્ધમાં પેલેસ્ટાઇનની જમીન ઉપર કબજો કર્યો છે. હવે પેલેસ્ટાઇન કહે છે કે 1948 માં જે જમીન હતી 44 % તે અમને પાછી આપો. પરંતુ ઇઝરાઇલ આ કેમ કરશે? તેણે આ જમીન યુદ્ધમાંથી હસ્તગત કરી છે. અને એક મહત્વની વાત – પેલેસ્ટાઇન આટલી જમીન સંભાળી શક્યું નથી. તેના બે ભાગો છે. પ્રથમ પશ્ચિમ કાંઠો અને બીજો ગાઝા પટ્ટી. પશ્ચિમ કાંઠે રહેતા લોકો સમસ્યાનો શાંતિપૂર્ણ સમાધાન ઇચ્છે છે. તે જ સમયે, ગાઝા પર હમાસનો કબજો છે. તેઓ ઇઝરાઇલથી તેમની જમીન યુદ્ધ દ્વારા પાછી લેવા માગે છે.

2014 ના યુદ્ધમાં પણ ઇઝરાયેલે ગાઝા પટ્ટીનો નાશ કર્યો હતો. હવે 7 વર્ષ પછી ગાઝા ફરી એ જ  હાલતમાં પહોંચી ચુક્યું છે.

2014 की जंग में भी इजराइल ने गाजा पट्टी को तबाह कर दिया था। अब 7 साल बाद गाजा उसी हालत में पहुंच गया है।

હમાસ ઈરાનને સમર્થન આપે છે

ગાઝા પટ્ટી પરથી રોકેટ ચલાવવામાં આવે છે. તે હમાસના કબજા હેઠળનો એક ભાગ છે અને તેને ઈરાન દ્વારા સમર્થન આપવામાં આવે છે. ઈરાન અને ઇઝરાઇલ વચ્ચે કટ્ટર  દુશ્મનાવટ છે. એક રસપ્રદ મુદ્દો એ છે કે ઇરાન શિયા વસાહિત દેશ છે, જ્યારે આરબ, પેલેસ્ટાઇન અથવા હમાસ બધા સુન્ની છે.

હમાસમાં ખૂબ નાના રોકેટ છે. તેઓનું નામ કાસીમ છે. એક રોકેટની કિંમત અઢી થી ત્રણ લાખની વચ્ચે હોય છે. હમાસે હવે તેની રેન્જ પણ વધારી દીધી છે. આ તેલ અવિવ પહોંચી રહ્યા છે. આ રોકેટ ઇરાનથી ઇજિપ્ત અને ત્યારબાદ ગાઝા મોકલવામાં આવે છે. જોકે, ઇઝરાઇલ પાસે ‘આયર્ન ડોમ’ એર ડિફેન્સ સિસ્ટમ છે. અને તે રસ્તામાં હમાસના 92% રોકેટ શૂટ કરે છે. બીજી તરફ, જ્યારે ઇઝરાઇલ હવાઈ હુમલો કરે છે, ત્યારે પેલેસ્ટાઇનમાં જાન-માલનું મોટું નુકસાન થાય છે. આનું એક કારણ એ છે કે પેલેસ્ટાઇન પાસે બચાવવાની કોઈ રીત નથી. આ વિસ્તાર પણ ખૂબ નાનો અને ખૂબ ગીચ વસ્તીવાળો છે.

શા માટે ઇઝરેલ મજબૂત છે

  • દરેક કિસ્સામાં આત્મનિર્ભર છે
  • તેની પાસે વિશ્વનું સૌથી ઘાતક હથિયાર છે.
  • તેની પાસે અણુશક્તિ છે (અઘોષિત)
  • દરેક દેશની યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં તેના મિત્ર હોય છે
  • ગ્રેટર ઇઝરાઇલ કન્સેપ્ટ

એવું માનવામાં આવે છે કે ઇઝરાઇલ હવે ગ્રેટર ઇઝરાઇલ ખ્યાલ પર કામ કરી રહ્યું છે. આ દ્વારા તે ઇજિપ્ત, સાઉદી અરેબિયા, કુવૈત, ઈરાન અને પછી સીરિયાને પોતાના કબજામાં લેવા માંગે છે. આ 6 દેશોએ સાથે મળીને 1967 માં તેના પર હુમલો કર્યો હતો. અને ધોબી પછડાટ ખાધી હતી.

એક વાસ્તવિકતા એ છે કે આરબ દેશો પેલેસ્ટાઇનના મુદ્દે બોલે છે, પરંતુ ચીનના ઝિંજિઆંગ પ્રાંતમાં  ઉયગાર મુસ્લિમો પર થતા અત્યાચાર ઉપર મૌન સેવી રહ્યા છે. આનું એક જ કારણ છે. અને તે અરબી હોય કે અન્ય મુસ્લિમ દેશો. દરેકના પોતાના રસ છે. હમાસ સિવાય મુસ્લિમ દેશોમાંથી એક પણ પેલેસ્ટાઇનને ખુલ્લેઆમ મદદ કરી શક્યું નથી. યુએન ઇઝરાઇલ અને અમેરિકા સામે મોં ખોલી શકશે નહીં. એકંદરે, આ મુદ્દાનું સમાધાન નજીકના ભવિષ્યમાં જોવા મળતું નથી. ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન કે હમાસ ટકરાતા રહેશે, જાન-માલનું નુકસાન થશે અને દુનિયા ચાલુ રહેશે?