પાલનપુરના રતનપુર નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે લગ્ન સમારોહ પતાવી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ટ્રક ડ્રાઇવરે ગાડી પુરઝડપે દોડાવી હતી અને સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો . અકસ્માત થતાં આજુબાજુના લોકો બચાવ માટે દોડી આવ્યા હતા.
રતનપુર પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો .અકસ્માત એટલો ગમખ્વાર હતો કે એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને બાકીના ત્રણ લોકોનું સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસ સત્વરે ઘટના સ્થળે પહોચી હતી અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સતવાસણા નાનીભાલુ ગામનો પરિવાર લગ્નમાં હાજરી આપવા દાંતીવાડા ગયો હતો અને લગ્ન પતાવી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને અનેય ત્રણ લોકોનું સારવાર દરમિયાન મોત થયા છે. એક જ પરિવારના સાત લોકો લગ્નમાં ગયા હતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
