વિવાદ/ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ CM  કમલનાથ સામે 188 અને 54 હેઠળ કેસ નોધાયો 

ભાજપની ફરિયાદ પર તેમની વિરુદ્ધ ગુનો નોંધી કલમ 188 અને 54 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કમલનાથે કોરોનાને ‘ઇન્ડિયન વેરીએન્ટ’ કહ્યો હતો. 

Top Stories India

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથ વિરુદ્ધ ભોપાલમાં કોરોના વાયરસ અંગે ભ્રામક માહિતી ફેલાવવાના મામલે કેસ નોંધવામાં આવ્યો છે. ભાજપની ફરિયાદ પર તેમની વિરુદ્ધ ગુનો નોંધી કલમ 188 અને 54 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કમલનાથે કોરોનાને ‘ઇન્ડિયન વેરીએન્ટ’ કહ્યો હતો.

કમલનાથના જે નિવેદનને લઇ વિવાદ છે તેમાં તેમણે શુક્રવારે કહ્યું હતું કે “આજે બ્લેક ફંગસ આવી ગયો છે. મેં અખબારમાં વાંચ્યું હતું કે સફેદ ફૂગ પણ આવી રહી છે.  આ બધા જ કેસ વધી રહ્યાછે. અને  મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સંતુષ્ટ છે. આ બધા રોગ ગામડે ગામડે ફેલાઈ રહ્યા છે.  પહેલા તેની શરૂઆત ચીનના કોરોના વાઈરસ તરીકેથી હતી. પરંતુ હવે તે  ઇન્ડિયન વેરીયેન્ટ કોરોના બની ગયો છે.

કમલનાથે મધ્યપ્રદેશ સરકાર પર મૃત્યુના આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો હતો

શુક્રવારે કમલનાથે કેન્દ્ર અને મધ્યપ્રદેશ સરકાર પર  કોરોના વાયરસ ચેપથી મૃત્યુ પામેલા લોકોના આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.   તેમણે દાવો કર્યો હતો કે આ વર્ષે માર્ચ-એપ્રિલમાં રાજ્યમાં કુલ 1,27,503 લોકોનાં મોત થયાં હતાં, જેમાં કોવિડ -19 ના મૃત્યુઆંક 1,02,002 છે. જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા બુલેટિન મુજબ, રાજ્યમાં કોવિડ -19 રોગને કારણે થયેલા મૃત્યુની સંખ્યા માત્ર 7,315 છે.

આ સાથે કમલનાથે એમ પણ કહ્યું હતું કે, “ભારત વિશ્વમાં કોરોના અને બ્લેક ફૂગની રાજધાની બની ગયું છે. બ્રિટિશ વડા પ્રધાને કહ્યું કે તેઓ ભારતીય કોરોનાથી ડરે છે. “તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, મારા ભારતને મહાન નહિ પણ મારો ભારત કોરોના બની ગયો છે.” “અમે કોરોના વાયરસથી થતા મૃત્યુના કૃત્રિમ આંકડા રજૂ કરીને આખી દુનિયાને છેતર્યા છીએ.”

 

ભાજપે કહ્યું હતું કે તેમનું નિવેદન ભ્રામક છે. 

મધ્ય પ્રદેશ સરકારે કમલનાથના આ દાવાને ખોટી ગફલત ફેલાવવા વાળું ભ્રામક નિવેદન ગણાવ્યું હતું. મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન અને સરકારના પ્રવક્તા નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, ભારત માટે અપમાનજનક શબ્દ સાંભળીને હું આઘાત અને દુ:ખ અનુભવું છું. નક્કી કમલનાથના  ટૂલ કીટ સાથે  કનેક્શન  જોડાયેલા છે. “