Not Set/ ભીના માસ્ક પહેરવાથી પણ બ્લેક ફંગ્સ થઈ રહ્યું છે

કોરોના વાયરસ સામે લડી રહેલા ભારતને વધુ એક મહામારી ડરાવી રહી છે. કોરોના મહામારીનો અંત આવ્યો નથી અને બ્લેક ફંગસ નવી મહામારી લઈ આવ્યો છે. જેના કારણે મ્યુકરમાયકોસિસના કેસમાં વધારો થયો છે. આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદમાં મ્યુકરમાઇકોસિસનો કહેર, ભીના માસ્કથી પણ બ્લેક ફંગસનો ખતરો છે. બ્લેક ફંગસના કેસોમાં થઈ રહેલા વધારા પાછળનું કારણ […]

Ahmedabad

કોરોના વાયરસ સામે લડી રહેલા ભારતને વધુ એક મહામારી ડરાવી રહી છે. કોરોના મહામારીનો અંત આવ્યો નથી અને બ્લેક ફંગસ નવી મહામારી લઈ આવ્યો છે. જેના કારણે મ્યુકરમાયકોસિસના કેસમાં વધારો થયો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદમાં મ્યુકરમાઇકોસિસનો કહેર, ભીના માસ્કથી પણ બ્લેક ફંગસનો ખતરો છે. બ્લેક ફંગસના કેસોમાં થઈ રહેલા વધારા પાછળનું કારણ માસ્કમાં ભીનાશ છે. દેશમાં કોરોના સંક્રમણ પછી મ્યુકરમાયકોસિસ એટલે કે બ્લેક ફંગસ હવે ચિંતાનું મુખ્ય કારણ છે. દેશમાં અત્યાર સુધીમાં ૭,૨૫૦ લોકો હાલ મ્યુકરમાયકોસિસથી પીડાઈ રહ્યા છે. દેશમાં બ્લેક ફંગસના કેસ મામે ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમ પર છે. વધી રહેલા મ્યુકોરમાઇકોસીસના કેસને પગલે રાજ્ય સરકારએ આ બીમારીને મહામારી જાહેર કરી છે. તેવામાં હવે બ્લેક ફંગસના કેસ સામે આવતા તંત્રની ચિંતા વધી છે. એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે આ બીમારી મહિલાઓ કરતાં પુરુષોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. બ્લેક ફંગસનો સૌથી વધુ ખતરો ડાયાબીટીસનાં દર્દીઓને હોય છે.