અમદાવાદનાં સિંધુ ભવન રોડ પર AMC એ ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે. ત્યારે અહી મેલડી માતાનાં મંદિરનું ડિમોલેશન માટે ટીમ પહોંચી ગઇ છે. 120 વર્ષ જુના આ મંદિરને તોડવાની વાતને લઇને સ્થાનિક લોકો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હોવાનુ પણ સામે આવી રહ્યુ છે.
જાણો કઇ દવા કંપનીએ 2020 સુધીમાં કોવિડ રસી તૈયાર કરવાનો કર્યો દાવો
સાત દિવસ પહેલા મેલડી માતાનાં મંદિરનાં સંચાલકોને કોર્પોરેશન દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ આ મંદિરને તોડવા અંગે હવે વિરોધનાં સ્વર ગુંજી રહ્યા હોય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. કોર્પોરેશનની ટીમ આ મંદિરને તોડવા માટે સ્થળ પર આવી ગયેલ છે, સાથે અહી સ્થાનિક લોકોની પણ ભીડ ભેગી થયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ લોકો સતત આ મંદિર તોડવાનો વિરોધ કરી રહ્યા છે.
ડે.મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવનાર ઝબ્બે, કોંગ્રેસ પાર્ટી સાથે છે આ સંબંધ
મેલડી માતાનાં મંદિરને તોડવા આવેલી કોર્પોરેશનની ટીમને અહી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મંદિરનાં પૂજારી હાલમાં વિરોધ પર બેસી ગયા છે. મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા મંદિરનાં મહારાજે કહ્યુ કે, આ મંદિર તોડવાનો નિર્ણય જરા પણ યોગ્ય નથી. જે કઇ પણ થઇ રહ્યુ છે બિલકુલ ખોટુ થઇ રહ્યુ છે. તેમણે વધુમાં કહ્યુ કે, મને થોડો સમયની જરૂર છે, મને થોડો સમય આપો, જ્યારે માતા મને રજા આપશે એટલે હુ ટ્રાંસફર કરી દઇશ.
