નિમણુક/ નવા CBI  ડીરેક્ટર કોણ હશે ? વડા પ્રધાનની અધ્યક્ષતામાં ઉચ્ચ-સ્તરની બેઠકમાં ત્રણ નામ શોર્ટલીસ્ટ, જાણો કોણ છે મહાનુભાવો…?

CBIના ડિરેક્ટરની પસંદગીમાં સૌચીબદ્ધ નામોમાં  ઉત્તર પ્રદેશના ડીજીપી એચસી અવસ્થી, એસએસબી ડીજી કુમાર રાજેશચંદ્ર અને ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ વી.એસ.કે. કૌમુદીની નો સમાવેશ થાય છે.

Top Stories India

CBIના નવા ડિરેક્ટરના નામ પર ચર્ચા શરૂ થઈ છે. સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા ડિરેક્ટર માટે ત્રણ નામ સૂચિબદ્ધ  કરવામાં આવ્યા છે.  પેનલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણા અને લોકસભાના વિપક્ષી નેતા અધિર રંજન ચૌધરીનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર CBIના ડિરેક્ટરની પસંદગીમાં સૌચીબદ્ધ નામોમાં  ઉત્તર પ્રદેશના ડીજીપી એચસી અવસ્થી, એસએસબી ડીજી કુમાર રાજેશચંદ્ર અને ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ વી.એસ.કે. કૌમુદી નો સમાવેશ થાય છે. આ પોસ્ટ ફેબ્રુઆરીથી ખાલી છે. હાલમાં એડિશનલ ડિરેક્ટર પ્રવીણ સિન્હા 3 ફેબ્રુઆરીથી CBIના વચગાળાના વડા છે. આ પદ માટે 1985 બેચના આઈપીએસ અધિકારી સુબોધકુમાર જયસ્વાલના નામની પણ ચર્ચા થઈ હતી.

દાવેદાર 1- હિતેશચંદ્ર અવસ્થી
હાલમાં ઉત્તર પ્રદેશના ડીજીપી. 1985 બેચના આઈપીએસ અધિકારી હિતેશચંદ્ર અવસ્થીને એક વર્ષ પહેલા આ જવાબદારી સોંપવામાં આવી હતી. તેમને સીબીઆઈમાં કામ કરવાનો પણ અનુભવ છે. 2005 થી 2008 સુધી, તેમણે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) માં ડીઆઈજી અને નાયબ નિયામક તરીકે સેવા આપી હતી. વર્ષ 2008 થી 2013 સુધી તે CBIમાં આઈજી અને જોઇન્ટ ડાયરેક્ટર હતા. યુપીના ગૃહ વિભાગમાં બે વાર વિશેષ સચિવ તરીકે પણ કાર્યભાર સાંભળી ચુક્યા છે.

દાવેદાર  2 – આર.કે.ચંદ્ર
આઈપીએસ અધિકારી કુમાર રાજેશચંદ્ર સશસ્ત્ર સીમા બળ (એસએસબી) ના ડીજી છે. આ અર્ધલશ્કરી દળ નેપાળ અને ભૂટાનની ભારતીય સરહદોનું રક્ષણ કરે છે. બિહાર કેડરના 1985 બેચના આઈપીએસ અધિકારી ચંદ્ર, દિલ્હીમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (બીસીએએસ) ના ડિરેક્ટર રહ્યા છે. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ એવા  ચંદ્ર 31 ડિસેમ્બર, 2021 ના ​​રોજ નિવૃત્ત થશે. ચંદ્રએ વડા પ્રધાન, ભૂતપૂર્વ વડા પ્રધાનો અને તેમના પરિવારોના રક્ષણ માટે વિશેષ સુરક્ષા જૂથ (એસપીજી) માં પણ કામ કર્યું છે.

દાવેદાર  3 – વી.એસ.કે. કૌમુદી
વી.એસ.કે. કૌમુદી ગૃહ મંત્રાલયમાં વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા) છે. કૌમુદી એ આંધ્રપ્રદેશ કેડરના 1986 બેચના આઈપીએસ અધિકારી છે. તે પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરોના ડિરેક્ટર રહી ચૂક્યા છે. તે 30 નવેમ્બર 2022 ના રોજ નિવૃત્ત થશે.