Not Set/ આણંદમાં ચીખલીગર ગેંગના 3 આરોપી પકડાયા

આણંદમાં ચિખલીગર ગેંગના આરોપી પકડાયા

Gujarat

આણંદમાં ચીખલીગર ગેંગના ત્રણ આરોપીઓને પોલીસે પકડી પાડયા છે. પોલીસને બાતમી મળી હતી કે ગણેશ ચોકડી પાસે આરોપી આવવાનાં છે પોલીસે વોચ ગોઠવી તેમને પકડી પાડયાં હતાં તેમની પાસેથી 6.91નો મુદ્દામાલ મળી આવ્યો છે. તેમની સઘન પુછપરછ કરતાં છ ગુનાનો ભેદ ઉકેલાયો હતો.શેરસીંગ ઉર્ફે શેરૂ કાલુસીંગ સરદાર (ખંભાત) અજ્યસીંગ ઉર્ફે ઇલ્લા પંચમસીંગ સરદાર(ખંભાત)અને અજીતસીંગ સોનસીંગ સરદાર(આણંદ ) આ ત્રણેય આરોપી પકડાયા હતાં.

પોલીસે ત્રણેય શખ્સની તપાસ કરતાં તેમની પાસેથી ચોરીની ચાંદીની લગડી, ચાંદીના સિક્કા, રોકડા રૂપિયા 22 હજાર, 40 નંગ જીન્સના પેન્ટ, તેમજ બાઈક મળી આવ્યું હતું. પોલીસે તમામ મુદ્દામાલ મળી કુલ રૂપિયા 6.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ કરતાં તેમણે નડિયાદ અને આણંદમાં બે દુકાનના શટર તોડી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. હાલમાં પોલીસે બંને શખ્સની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.