ભારતનો મોસ્ટ વોન્ટેડ ભાગેડુ ઓરોપી ડાયમંડ કિંગ અને પીએનબી કૌભાંડ કરનાર મહેુલ ચોકસીની પ્રથમ તસવીર સામે આવી છે . આ તસવીર ડોમિનિકા કસ્ટડીની છે .તસવીરમાં તેની હાલત અતિ ગંભીર જોવાઇ રહી છે. તસવીરમાં તેની બોડી લેગ્વેજ બતાવે છે કે તેની તબિયત સારી નથી .તેની આંખો લાલ જોવા મળી રહી છે .જયારે હાથના ભાગ પર ગંભીર ઇજાના નિશાન પણ જોવા મળી રહ્યા છે. એન્ટીગુવાના ડોમિનિકામાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
ડોમિનિક પોલીસ તેની કસ્ટડીમાં સઘન પુછપરછ કરી રહી છે.કેરેબિયન સુપ્રીમ કોર્ટે હાલ મેહુલ ચોકસીને કોઇેને પણ સોપવાની ના પાડિ છે. ભારતમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભાગી ગયેલા મહુલ ચોકસીની હાલ ડોમિનિકા પોલીસ કસ્ટડીમાં પુછપરછ કરી રહી છે.
