દેશમાં કોરોનાનાં નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, સંક્રમણનાં 1,32,788 નવા કેસ નોંધાયા છે. જ્યારે 3,207 લોકોનાં મોત નીપજ્યાં હતાં. દરમિયાન, ઘણા રાજ્યોમાં વેક્સિનનાં અભાવને કારણે, વેક્સિનેશન અભિયાન ધીમું થઇ ગયુ છે. બીજી તરફ, કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરીથી વેક્સિનનાં અભાવ અંગે વડા પ્રધાન પર પ્રહાર કર્યા છે.
હુમલો / કોરોના દર્દીનું મોત થતા ડોક્ટરને ઢોર માર મારવામાં આવ્યો, વીડિયો વાયરલ
રાહુલે પોતાના એક ટ્વિટ દ્વારા લોકોને મફત વેક્સિન માટે પોતાનો અવાજ ઉઠાવવાની અપીલ કરતા કહ્યું કે, ‘કોરોના રોગચાળા સામે સૌથી મજબૂત સુરક્ષા કવચ વેક્સિન જ છે. દેશનાં લોકોને મફત વેક્સિનેશન આપવા માટે તમારે પણ અવાજ ઉઠાવવો જોઈએ – કેન્દ્ર સરકારને જગાડો! નોંધપાત્ર વાત એ છે કે કોરોના સંકટ વચ્ચે કોંગ્રેસ સતત મોદી સરકારને નિશાન બનાવી રહી છે. કેટલીકવાર રાહુલ ગાંધી વેક્સિનની અછત અંગે કેન્દ્ર પર સવાલ ઉઠાવતા જોવા મળે છે, તો ક્યારેક પ્રિયંકા ગાંધી કેન્દ્રની ભૂલો ગણીને મોદી સરકારની ઉધડી લેતા હોય છે. સોમવારે જ કોંગ્રેસનાં સાંસદે કેન્દ્ર પર આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘કેન્દ્ર સરકારની ઝીરો વેક્સિનની નીતિ ભારત દેશની છાતીમાં ખંજર તરીકે કામ કરી રહી છે.’ આ પહેલા પણ વડા પ્રધાનનાં માસ કાર્યક્રમ મન કી બાતની શરૂઆત પહેલા રાહુલે એક ટ્વિટમાં લખ્યું હતું કે કોરોના સામે લડવા માટે આપણને યોગ્ય હેતુ, નીતિ, નિશ્ચયની જરૂર છે. મહિનામાં એકવાર વ્યર્થ વાતો નહી.
https://twitter.com/RahulGandhi/status/1399943800827518976?s=20
ધારાસભ્ય ગુમ / નવજોતસિંહ સિદ્ધુ ગુમ થયા હોવાના લાગ્યા પોસ્ટર, જાણ કરનારને મળશે 50 હજારનું ઈનામ
આપને જણાવી દઇએ કે, દેશ આજે કોરોના સામે લડી રહ્યો છે, ત્યારે આ વાયરસથી બચવા દેશનાં તમામ લોકોને વેક્સિન લાગવી ખૂબ જરૂરી છે. ત્યારે મળી રહેલી માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર વેક્સિનનાં સપ્લાય અને ઉત્પાદનમાં વધારો કરવા માટે અથાક કામ કરી રહી છે. કેન્દ્ર સરકારે વેક્સિન બનાવવા માટે ઘણી કંપનીઓને પરવાનગી આપી દીધી છે. જો કે સરકારે ખાતરી આપી છે કે આગામી બે-ત્રણ મહિનામાં દેશમાં પૂરતી વેક્સિન ઉપલબ્ધ થશે. કેન્દ્ર સરકારે મે મહિનામાં 18-44 વર્ષનાં લોકોને વેક્સિન આપવાની જાહેરાત કરી હતી, પરંતુ વેક્સિનનાં અભાવને લીધે ઘણા રાજ્યોમાં આ વય જૂથનાં લોકોને વેક્સિન આપવામાં આવી શકી નથી.

