Not Set/ બાળકોને ઘરે ઓનલાઈન એજ્યુકેશન આપવા સાથે યોગા કરાવવા હિતાવહ

બાળકોને રોજ સ્ટ્રેચીસ, પ્રાણાયામ, ભુજંગાસન, વૃક્ષાસન, તાડાસન, નટરાજસન જેવા આસનો કરાવવા જોઈએ. આમ કરવાથી બાળકોના શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસમાં પણ વૃદ્ધિ થશે.

Health & Fitness Lifestyle

માતૃત્વ : ભાવિની વસાણી

દરેક પેરેન્ટ્સ ઈચ્છે છે કે તેના બાળકો શારીરિક અને માનસિક બંને રૂપે સ્વસ્થ બને. જો કે બાળકોને સ્વસ્થ રાખવા માટે પેરેન્ટ્સે તેમના ડાયેટ પર પણ ધ્યાન દેવું પડે છે, કારણ કે બાળકોના સ્વાસ્થ્ય માટે માત્ર આટલું જ પૂરતું નથી. હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે બાળકો હેલ્ધી રહે તે માટે જરૂરી છે કે ફિઝિકલ ઍક્ટિવિટી પર પણ ધ્યાન આપવામાં આવે, એવામાં તમે તેને યોગા કરાવી શકો છો. બાળકોને શિક્ષણ આપવા માટે ઓનલાઈન એજ્યુકેશનની પાછળ પડેલા વાલીઓને ખરા અર્થમાં બાળકનો વિકાસ કરવો હોય તો ઘરમાં યોગા કરાવવા જોઈએ. જેના દ્વારા તેઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ પણ રહેશે અને તેમની વધારાની એક્ટિવિટી પણ થઇ જશે. બાળકોને યોગ કરવાના શું ફાયદા થાયછે તે વિશે જાણીએ.

* બાળકોને રોજ સ્ટ્રેચીસ, પ્રાણાયામ, ભુજંગાસન, વૃક્ષાસન, તાડાસન, નટરાજસન જેવા આસનો કરાવવા જોઈએ. આમ કરવાથી બાળકોના શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસમાં પણ વૃદ્ધિ થશે.

* મોબાઈલ, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસની સાથે રહેવાના લીધે બાળકોનો શારીરિક એક્ટિવિટીમાં રસ ઘટી જાય છે. એવામાં તમે યોગ કરાવી શકો છો. યોગ કરવામાં સરળ હોય છે, અને બાળકોમાં યોગા કરવાના લીધે શારીરિક શક્તિ વધવાની સાથે માંસપેશીઓમાં સ્થિતિસ્થાપકતા આવી શકે છે.

* યોગ અને ધ્યાન કરવાના ઘણા બધા પ્રકારો હોય છે.જેમાં કોઈપણ વ્યક્તિએ થોડીવાર માટે શાંત રહેવું પડે છે. યોગ કરવાથી બાળકોની એકાગ્રતા અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે, તેમજ ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ બને છે.

* ભણતર કે અન્ય કોઈ કારણસર બાળકો તનાવ કે ઍન્ગ્ઝાયટી ડિસેઓર્ડરની ઝપેટમાં આવી જાય છે. પરંતુ રોજિંદા યોગ કરવાથી બાળકો તેનાથી બચી રહે છે. સાથોસાથ તેનાથી અસ્થમા, હૃદયરોગ અને બ્લડપ્રેશર જેવી મુશ્કેલીઓથી પણ દૂર રહી શકાય છે. આજકાલ નાનાં બાળકોમાં પણ તેના લક્ષણો જોવા મળે છે.

How to Do Yoga With Your Kids — and Why You Should – Health Essentials from  Cleveland Clinic

* આજકાલ મોટેરાઓ સાથે બાળકો પણ શ્વાસ સંબંધી, ડાયાબિટીસ, હાઈપર ટેન્શન આઇબીએસ અને અસ્થમા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પરંતુ રોજબરોજ યોગ કરવાથી બાળકો તેવી ગંભીર બિમારીઓથી બચી શકે છે અને જો કોઈ બાળકને બીમારી હોય તો તેને એક્સપર્ટની સલાહ લઈ અને યોગાસન કરાવી શકો છો.

* યોગથી બાળકમાં તણાવ અને ચિંતા દૂર રહે છે, જેથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે, જેના કારણે સ્કૂલમાં પણ પોતાનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપી શકે છે, પછી તે ભણવાની બાબત હોય કે એક્સ્ટ્રા એક્ટિવિટીની હોય.

Why Your Kids Should Be Doing Yoga — And How to Get Them Started

આસપાસમાં નજર દોડાવો ઘણી બધી એવી સંસ્થાઓ હોય છે કે જેઓ બાળકોને સુંદર યોગા શીખવે છે. આ સંસ્થાના માધ્યમથી પણ તમે વેકેશનમાં યોગા શીખવી શકો છો, અત્યારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. કેટલાક ઓનલાઈન યોગા ક્લાસીસ પણ થાય છે જેના માધ્યમથી અથવા તો તમને પોતાને યોગ આવડતા હોય તો બાળકોને શીખવી શકો છો. અને ન આવડતા હોય તો બાળકોને ભણાવવા માટે જેમ તમે પુસ્તકો કે ગુગલની મદદ લઇ અને ઘણું બધું સર્ચ કરતા રહો છો. તે જ રીતે બાળકો માટેના ખાસ નો સર્ચ કરી શીખી અને તમે શીખવાડી શકો છો.