શિયાળાની ઋતુમાં દરરોજ બદામનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. તેમાં રહેલા ખનીજ, વિટામિન, ઝીંક, કેલ્શિયમ વગેરે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
બદામ ખાવાથી ચહેરા પર કરચલીઓ આવતી નથી. પલાળેલી બદામ ખાવી ત્વચા માટે વધારે ફાયદાકારક છે. તેમાં એન્ટી એજિંગ ગુણધર્મો છે. તેથી, સવારે પલાળેલી બદામ ખાવાથી ચહેરા પર કરચલીઓ આવતી નથી.

વજન ઘટાડવામાં મદદગાર
આજકાલ મોટાભાગના લોકો તેમના વધતા વજનથી પરેશાન છે. આ સ્થિતિમાં, બદામને પાણીમાં પલાળીને વજન ઘટાડી શકાય છે. તેમાં મોનોનસેચ્યુરેટેડ ચરબી હોય છે જે ભૂખને કાબૂમાં કરવામાં ખૂબ મદદ કરે છે.

બદામ હાર્ટની બીમારીઓને દૂર કરે છે
પલાળેલા બદામ ખાવાથી પાચન ક્રિયા સુધરે છે. આ સાથે તે હાર્ટના રોગોને દુર રાખે છે.

બદામ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે
પલાળેલા બદામ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, પલાળેલા બદામ ખાવાથી લોહીમાં એલ્કિલ ટોકોફેરોલનું પ્રમાણ વધે છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.
બદામ એન્ટી ઓક્સિડેન્ટમાં ભરપુર માત્રા ધરાવે છે, જે વૃદ્ધાવસ્થાને નિયંત્રિત કરે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
