Bollywood/ સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહને કેમ કરવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ

સુશાંત સિંહ રાજપૂતના પિતાની હાલત પહેલા કરતા ઘણી સારી છે. તેમને હૃદયરોગની બીમારી બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Entertainment

બોલિવૂડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કે.કે.સિંહને હ્રદયરોગને કારણે ફરીદાબાદની એશિયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કે.કે.સિંહની એશિયન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એવા પણ સમાચાર છે કે હવે સુશાંત સિંહ રાજપૂતના પિતાની હાલત પહેલા કરતા ઘણી સારી છે. તેમને હૃદયરોગની બીમારી બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/p/CI_MMwwhgNh/?utm_source=ig_web_copy_link

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટામાં, જોઇ શકાય છે કે સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહ હોસ્પિટલમાં દાખલ છે. આ ઉપરાંત સુશાંતની બહેનો પ્રિયંકા અને મિતુ સિંહ પણ સાથે જોવા મળી રહી છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ પણ કે.કે.સિંહનો આ ફોટો સુશાંતના ફેન સાથે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

https://twitter.com/Soumyadipta/status/1340368672427106305?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1340368672427106305%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fkhabar.ndtv.com%2Fnews%2Fbollywood%2Fsushant-singh-rajput-father-kk-singh-admitted-in-faridabad-hospital-photo-viral-on-internet-2341192

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂને અવસાન થયું હતું. સુશાંત સિંહ રાજપૂતની કારકિર્દીની વાત કરીએ તો તેણે સ્ટાર પ્લસ સીરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સાથે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ સિરિયલ પછી તેણે ‘પવિત્ર રિશ્તા’માં માનવની ભૂમિકા ભજવી હતી, જેને ચાહકો દ્વારા પણ પસંદ કરવામાં આવી હતી.

સુશાંત સિંહ રાજપૂતે આ સિરિયલથી જ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ સિરિયલ પછી સુશાંત સિંહ રાજપૂતે બોલિવૂડની દુનિયામાં પગ મૂક્યો હતો અને તેણે તેની પહેલી ફિલ્મ કાય પો છે માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પછી તે એમએસ ધોની, શુદ્ધ દેશી રોમાંસ, છિછોરે અને કેદારનાથ જેવી ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : વાજિદ ખાનની પત્નીનો મોટો ખુલાસો, કહ્યું – પતિએ આપી હતી છૂટાછેડાની ધમકી…

આ પણ વાંચો : મિથુન ચક્રવર્તીની મસૂરીમાં અચાનક તબિયત લથડી, ડોક્ટર્સ જોવા માટે પહોંચ્યા હોટલ

આ પણ વાંચો :ઉર્વશી રૌતેલાએ શેર કર્યા દેસી લુકમાં ફોટોઝ, તેની કાતિલ નજરના દીવાના થયા ચાહકો

આ પણ વાંચો :આ નવા અવતારમાં જોવા મળી ભોજપુરી સ્ટાર અને ટીવી એક્ટ્રેસ મોનાલિસા

આ પણ વાંચો : બોલિવૂડ માટે દુખદ રહ્યું 2020 : હવે યાદો અને ફોટામાં જ રહી જશે આ દિગ્ગજ સ્ટાર્સ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…