ભાવનગર જિલ્લાના તળાજાના દાઠા પોલીસ મથક મા આજે એકી સાથે બે ફરિયાદ નોંધાઈ છે.અલગ અલગ સ્થળે થી એકજ સમયે બે સગીરાઓને વાલીપણા માથી ભગાડી જવાય છે.બંને ફરિયાદ માં મદદગારી કરનાર એકજ વ્યક્તિ છે.દાઠા પોલિસ મથકમાં એકજ રાતમાં એકી સાથે બે સગીરાને ભગાડી જવાતા ચકચાર મચી ગઇ છે.બનાવ અનુસંધાને પોલીસ પાસે થી મળતી વિગતો માં સગીરા ને ભગાડી જવાની અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે.જેમાં એક સગીરા ની માતા એ નોંધાવેલ ફરિયાદ માં દાઠા ગામનો વિજય ઉર્ફે વિક્રમ ઠાકોર જીણાભાઈ ચુડાસમા ગત રાત્રીના નવેક વાગ્યા ના અસરાસમાં ફરિયાદી ની દીકરીને વાલીપણા માંથી લઈ ગયેલ છે.
બીજી ફરિયાદ એક સગીરાના પિતા એ મહેશ ઉર્ફે મયૂર અરજણભાઈ શિયાળ વિરુદ્ધ નોંધાવી છે.બંને ફરિયાદ માં સગીરાને ભગાડી જવામાં આરોપી ને મદદ કર્તા એકજ વ્યક્તિ અશોક ગોરધન ચુડાસમા પર આરોપ લગાવવામાં આવ્યો છે.તળાજા સર્કલ પો.ઇ રાઠવા,કાળુભાઇ આહીર દ્વારા હાથધરવામાં આવેલ પ્રાથમિક તપાસ માં સ્થળ પંચનામું,નિવેદનો નોંધી ભગાડી જવામાં મદદગારી કરનાર અશોક ચુડાસમા નીંશોધખોળ હાથધરી છે. દાદાગીરી
ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકમાં પાવઠી ગામની પરણીતા એ પોતાના કુટુંબ ના પાંચ સભ્યો વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ માં ઠપકો આપવાના મામલે પાઇપ,છરી વડે ઇજા કરી,ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યા નો આરોપ લગાવવામાં આવ્યો છે. સલમાબેન મુસાશા પરમાર ઉ.વ 25 રે.પાવઠી પીરની દરગાહ પાસે એ તળાજા પોલિસ મથકમાં નોંધાવેલ ફરિયાદ ની વિગત એવી છેકે ગઈકાલે સાંજે અશરફશા છોટુશા પરમાર,અલાઉદ્દીનશા બુઢીશા પરમાર,શાહીલશા રફીકશા હાથમાં લોખંડ નો પાઇપ અને આશરફશા છરી લઈ ને આવેલ.રસ્તા પર પછાડી દઈ હુમલો કરેલ.અશરફશા એ ડાબા પડખામાં છરીમારેલ. પોતે ઇજાગ્રસ્ત હોય સાસુ સાથે તળાજા સારવાર અર્થે આવતા હતા ત્યારે બુઢીશા અલારખશા અને મુસ્તાકશા આવેલ.ધમકી આપેલ કે અમારા વિરુદ્ધ ફરિયાદ કરી છેતો જાનથી મારી નાખીશું. આ હુમલા મા મુબારકશા ને પણ ઇજા થયેલ. આ બનાવ નું કારણ થયેલ બોલાચાલી ને લઈ ઠપકો આપવા જતા આરોપીએ હુમલો કરેલ. તળાજા પોલીસે યુવતીની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
,
