કોરોનાના વાયરસની આ ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખી સરકારે હજુ પણ થિયેટરોને ખોલવાની મંજૂરી આપી નથી. હાલ પણ એવા કોઈ અણસાર નથી કે થિયેટર આ માસમાં પણ ખુલશે જેના કારણે મોટાભાગની ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે . સલમાન ખાનની ‘રાધે’ ગયા મહિને ઓટીટી પર રીલિઝ થઈ હતી. તેવી જ રીતે જૂન મહિનામાં ઘણી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આ યાદીમાં વિદ્યા બાલનની ફિલ્મ ‘શેરની’, ફરહાન અખ્તરની ‘તુફાન’ ઉપરાંત ‘ઝુંડ’ અને ‘રે’નો સમાવેશ થાય છે.
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મ ‘શેરની’ 18 મી જૂને એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરમાં અભિનેત્રીનો દમદાર રોલ જોવા મળી રહ્યો છે. વિદ્યા બાલન એક પ્રામાણિક મહિલા વન અધિકારીની ભૂમિકા નિભાવી રહી છે.
નિર્માતાઓ ઘણા સમયથી સ્પોર્ટ્સ આધારિત ફિલ્મ ‘તુફાન’ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી રહી હતી. પરંતુ હવે રાકેશ ઓમ પ્રકાશ મેહરા દ્વારા દિગ્દર્શિત અને મુખ્ય ભૂમિકામાં ફરહાન અખ્તર અભિનીત આ ફિલ્મ પણ જૂન મહિનામાં જ રિલીઝ થશે.
બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઝુંડ’ 18 જૂને થિયેટરોમાં રિલીઝ થવાની હતી. આ ફિલ્મ પણ રમત પર આધારિત છે. આ ફિલ્મમાં અમિતાભ ફૂટબોલ કોચની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મ 18 જૂને ઓટીટી પર પણ રજૂ થઈ શકે છે.
ધનુષની ફિલ્મ જગમે થંડીરમ પ્રીમિયર 18 જૂને ઓટીટી નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ધનુષ લીડ રોલમાં છે, જે વિદેશી માફિયાઓ સાથે બાથ ભીડતો જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન કાર્તિક સુબ્બારાજે કર્યું છે. સ્કેટિંગ પાછળ પાગલ એક ગરીબ બાળકીની વાર્તા છે સ્કેટર ગર્લ. આ ફિલ્મ 11 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે.
