Technology/ શું તમે તમારી સીક્રેટ Whatsapp Chat છુપાવવા માંગો છો? તો આ ટ્રીક અપનાવો

આજ ના  સમય માં બાળકોથી  લઈને કોલેજ વિદ્યાર્થીઓ સુધી, બિઝનેસમેનથી લઈને ગૃહિણીઓ સુધી લગભગ બધા જ   WhatsAppનો ઉપયોગ કરતા હશે . એટલે કે દરેક વર્ગમાં WhatsApp ખુબ લોકપ્રિય થઈ ચુક્યુ જોવા મળી રહ્યું છે . જો  કોઈ બીજું તમારૂ WhatsApp એકાઉન્ટ ન ખોલી શકે તો તે માટે પ્લેટફોર્મમાં ફેસઆઈડી અને પાસવર્ડ પ્રોટેક્શનની સુવિધા મળે છે. […]

Tech & Auto

આજ ના  સમય માં બાળકોથી  લઈને કોલેજ વિદ્યાર્થીઓ સુધી, બિઝનેસમેનથી લઈને ગૃહિણીઓ સુધી લગભગ બધા જ   WhatsAppનો ઉપયોગ કરતા હશે . એટલે કે દરેક વર્ગમાં WhatsApp ખુબ લોકપ્રિય થઈ ચુક્યુ જોવા મળી રહ્યું છે . જો  કોઈ બીજું તમારૂ WhatsApp એકાઉન્ટ ન ખોલી શકે તો તે માટે પ્લેટફોર્મમાં ફેસઆઈડી અને પાસવર્ડ પ્રોટેક્શનની સુવિધા મળે છે. પરંતુ જો કોઈ ખાસ વ્યક્તિ સાથે કરવામાં આવેલી ચેટ ડિલીટ કર્યા વગર છુપાવવા ઈચ્છો છો તો શું કરશો?

આપને જણાવીએ એવી ટ્રીક અપનાવો  જેથી તમે તમારી પર્સનલ ચેટને ડિલીટ કર્યા વગર બધાથી છુપાવી શકશો. જો કોઈ તમારૂ WhatsApp ખોલે તો તે વ્યક્તિને તમારી ચેટ દેખાશે નહીં. મહત્વનું છે કે WhatsApp યૂઝર્સને એક ખાસ ફીચરની સુવિધા આપે છે, જેનું નામ છે Archive. તેનો કઈ રીતે ઉપયોગ કરવો તે  આપણે સમજી લઈએ.

Android યૂઝર આ રીતે છુપાવે 

1.સૌથી પહેલા WhatsApp ઓપન કરો અને તે ચેટ પર જાવ જેને તમે છુપાવવા ઈચ્છો છો.

2.આ ચેટને ઓપન ન કરો પરંતુ તેને લોન્ગ પ્રેસ કરતા તેને થોડો સમય દબાવીને રાખો.

3. ચેટને દબાવી રાખવા પર ઉપર તરફ એક ફોલ્ડરનું આઇકન આવશે, જેમાં Arrow બનેલો હશે.

4. આ આઇકન પર ક્લિક કરતા તે કોન્ટેક્ટની ચેટ Archive થઈ જશે.

5. આ સ્ટેપને પૂરુ કરતા ચેટ લિસ્ટથી ગાયબ થઈ જશે અને વોટ્સએપને ગમે એટલું સ્ક્રોલ કરશે પણ તે દેખાશે નહીં.