રિમાન્ડ/ મોરબીમાં ડુપ્લીકેટ ઇન્જેકશન મામલે 3 આરોપીના રિમાન્ડ મંજૂર

આરોપીઓને 9 દિવસના જામીન મંજૂર કર્યા હતા

Gujarat

કોરોના મહામરીનાં મોતના સોદાગરો કાળા બજારી કરીને ડુપ્લીકેટ ઇન્જેકશન વેચીને લોકોના સ્વાસ્થ સાથે ચેડાં કરીને રૂપિયા કમાતાં હતાં મોરબી પોલીસે મોરબી જિલ્લા સહિત અમદાવાદ, સુરત, મુંબઈ, વાપી અને મધ્ય પ્રદેશથી અગાઉ અનેક આરોપીને ઝડપી લીધા હતા, ધરપકડનો સિલસિલો હજૂ પણ યથાવત છે. જેમાં 3 શખ્સોને ઝડપી લઈને રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા 9 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

રાજ્ય વ્યાપી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન કૌભાંડ  મોરબી જિલ્લા એલસીબી ની ટીમ દ્વારા પકડાયું હતું. જેની તપાસ દરમિયાન આ કૌભાંડ આંતર રાજ્ય કૌભાંડ હોવાની માહિતી સામે આવી હતી. બીજા રાજ્યમાંથી આરોપીઓને પકડવામાં આવ્યા હતા. રાજ્યના અનેક શહેરો તેમજ મધ્ય પ્રદેશ સુધી તપાસ લંબાવીને ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડમાં અનેક આરોપીને ઝડપીને કૌભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસ જેહમત કરી રહી છે જેમાં વધુ ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.

આરોપી જય પ્રહલાદભાઈ શાહ – અમદાવાદ, મહમદસુભાન મહમદસયદ – અમદાવાદ અને અભિજીત ઉર્ફે ચીકુ રાજેન્દ્ર્પ્રસાદ શર્મા – મધ્ય પ્રદેશ એમ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જે ત્રણેય શખ્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા આગામી 9 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અત્યાર સુધીમાં ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન કૌભાંડમાં પોલીસે 29 લોકોને ઝડપી લીધા છે અને હજૂ પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા હજીપણ આવા ડુપ્લીકેટ ઇન્જેકશન વેચનારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પાલીસે તેની સખત જહેમત બાદ આરોપીઓને પકડી પાડ્યા હતા.