સુરત/ 1 લાખ કરતા વધુ પગાર ધરાવતો SMCનો અધિકારી આસિસ્ટન્ટ સાથે લાંચ લેતા ઝડપાયો

સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં જુનિયર ઈલેક્ટ્રિકલ ઇજનેર તરીકે ફરજ બજાવતા પરેશકુમાર પટેલ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ડેનિસ બારડોલી અને એન્ટીકરપ્શન બ્યુરોએ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે.

Top Stories Gujarat Surat

@અમિત રૂપાપરા 

Surat News: લાખો રૂપિયાના પગારદાર સરકારી અધિકારીઓ પણ ઘણી વખત લોકોના નાના-નાના કામ માટે તેમની પાસેથી પૈસાની માગણી કરતા હોય છે. આવા લાંચિયા અધિકારી સામે એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા લાલ આંખ કરવામાં આવે છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં જુનિયર ઈલેક્ટ્રિકલ ઇજનેર તરીકે ફરજ બજાવતા પરેશકુમાર પટેલ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ડેનિસ બારડોલી અને એન્ટીકરપ્શન બ્યુરોએ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે.

સુરત મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઇટોની મરામત કરવાનો ઇજારો ધરાવતા ઇજારદારનું બિલ ચૂકવવા માટે અઠવા ઝોનમાં ફરજ બજાવતા જુનિયર ઈલેક્ટ્રિકલ ઈજનેર પરેશકુમાર પટેલ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ડેનીસ બારડોલીયાએ 1 ટકા જેટલી રકમની માંગણી કરી હતી એટલે કે ઈજાદારનું 47,11,000નું બિલ ચૂકવવા માટે 20,000 એટલે કુલ 40 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

જોકે ઈજદાર મહાનગરપાલિકાના આ કર્મચારીઓને લંચ આપવા માંગતા ન હોવાથી તેમને આ બાબતે એન્ટીકરપ્શન બ્યુરોને માહિતી આપી હતી. પરેશકુમાર અને ડેનિશ નામના સુરત મનપાના કર્મચારીએ ઇજારદારને લાંચની રકમ આપવા માટે અઠવા ઝોન નજીક આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળા નંબર 265ના કમ્પાઉન્ડ પાસે બોલાવ્યો હતો અને આ જગ્યા પર એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું.

ઇજારદાર પાસેથી લાંચ સ્વીકારતાની સાથે જ એન્ટીકરપ્શન બ્યુરોના અધિકારીએ જુનિયર ઈલેક્ટ્રિકલ ઈજનેર પરેશકુમાર પટેલ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ડેનિસ બારડોલીયાને ઝડપી પાડ્યા હતા. મહત્વની વાત છે કે આ બંને કર્મચારી ખૂબ સારો પગાર ધરાવે છે. પરેશકુમારનો પગાર 1.10,000 છે તો ડેનિસ નો પગાર 60,000 છે. જોકે આટલો મોટો પગાર હોવા છતાં પણ તે લોકોના કામ કરવા માટે લોકો પાસેથી પૈસાની માંગણી કરી રહ્યા હતા. ત્યારે હાલ આ બંને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ તપાસ હાથ ધરાશે.



આ પણ વાંચો:દિવાળીના તહેવારને ST વિભાગનો એક્શન પ્લાન, વતન લઈ જવા ST દોડાવશે વધારાની 2000 બસ

આ પણ વાંચો:દહેજ માટે સાસુએ જ કરી પુત્રવધુની હત્યા

આ પણ વાંચો:7800 કરોડના સટ્ટાબેટિંગ કૌભાંડમાં ચાર મોટા બુકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

આ પણ વાંચો:સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ