Not Set/ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે એક્ટિવાની ડેકી ચેક કરતા મળ્યું એવું કે પોલીસે ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો

રાજ્યમાં દારૂબંધીના કાયદાની લીરેલીરા ઉડી રહ્યા છે. દરરોજ દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. બુટલેગરોને તેમજ દારૂની ખેપો મારતા ઇસમોને જાણે પોલીસ અને કાયદાનો કોઈ ખોફ જ ન હોય તેમ ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે.     તાજેતરની જો વાત કરીએ તો ઉમરેઠની મામલતદાર કચેરી પાસેથી પોલીસે વિદેશી દારુની બે બોટલો સાથે એક્ટીવા […]

Gujarat

રાજ્યમાં દારૂબંધીના કાયદાની લીરેલીરા ઉડી રહ્યા છે. દરરોજ દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. બુટલેગરોને તેમજ દારૂની ખેપો મારતા ઇસમોને જાણે પોલીસ અને કાયદાનો કોઈ ખોફ જ ન હોય તેમ ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે.

 

 

તાજેતરની જો વાત કરીએ તો ઉમરેઠની મામલતદાર કચેરી પાસેથી પોલીસે વિદેશી દારુની બે બોટલો સાથે એક્ટીવા ચાલકને ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારુની બે બોટલો અને એક્ટીવા સાથે ૧૬૫૦૦ રુા.નો મુદામાલ કબ્જે કરી પકડાયેલા શખ્સ અને વિદેશી દારુની બોટલો આપી ફરાર થઈ ગયેલા પીકઅપ વાનના ચાલક વિરુદ્ધ ઉમરેઠ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મળતી વિગતો અનુસાર ઉમરેઠ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે મામલતદાર કચેરી પાસે એક બોલેરો પીકઅપ વાન રોડની સાઈડમાં ઉભી હતી. દરમિયાન ઉપેન્દ્રભાઈ અંબાલાલ પટેલ એક્ટીવા મોપેડ લઈને આવ્યો હતો. અને એક્ટીવા ચાલકે એક્ટીવાની ડીકીમાં કંઈક મુકી ચાલુ કરી જતા પોલીસે તેનો પીછો કરી તેને રોકી ઉપેન્દ્રભાઈની એક્ટીવાની ડીકીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારુની બે બોટલો મળી આવી હતી. જેથી પોલીસે આ અંગે પુછપરછ કરતા પીકઅપ ગાડીના ચાલક ગોવિંદભાઈ રતીલાલ દેસાઈ આ વિદેશી દારુની બોટલો ક્યાંથી લાવ્યો હતો અને જે ઉપેન્દ્રભાઈને આપી હોવાની કબુલાત કરતા આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે ઉપેન્દ્રભાઈ અંબાલાલ પટેલ રહે. લાલ દરવાજા ઉમરેઠ અને ગોવિંદભાઈ રતીલાલ દેસાઈ રહે. લાલ દરવાજા ઉમરેઠ વિરુદ્ધ દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી વિદેશી દારુની બોટલો અને એક્ટીવા મોપેડ સાથે ૧૬૫૦૦ રુા.નો મુદામાલ કબ્જે કરી દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયેદસરની કાર્યવાહી કરી હતી.