ભારતીય ટીમ/ શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર,કેપ્ટનપદે શિખર ધવન

ટીમની જાહેરાત કરવામાં આવી

Sports

ગુરુવારે શ્રીલંકા પ્રવાસ માટેની ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી હતી. શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ ટીમની ઘોષણા કરી છે ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકામાં 13 થી 25 જુલાઇ દરમિયાન ત્રણ વનડે અને ત્રણ ટી -20 મેચની શ્રેણી રમશે.

નીતિશ રાણાને ભારતીય ટીમમાં પ્રથમ વખત ટીમમાં સ્થાન મળ્યું છે. આ સિવાય દેવદત્ત પાદિકલ અને ઋતુરાજ ગાયકવાડને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. શ્રીલંકા પ્રવાસ માટે પસંદ થયેલ ટીમમાં સૌથી આશ્ચર્યજનક ઝડપી બોલર ચેતન સાકરીયા છે. ટીમમાં ઓલરાઉન્ડર કૃષ્ણા ગૌતમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા પ્રવાસ માટે 4 નેટ બોલરોની પણ પસંદગી કરી છે. ઇશાન પોરલ, સંદીપ વારિયર, અર્શદીપ સિંહ, સાંઇ કિશોર અને સિમરનજીત સિંહની  નેટ બોલરો તરીકે પસંદરી કરવામાં આવી છે.

ભારતીય ટીમ શ્રીલંકા સામે 13 જુલાઈએ વનડે સિરીઝની પ્રથમ મેચ રમશે. તે જ સમયે, ટી 20 શ્રેણી 21 જુલાઈથી શરૂ થશે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. તેણે 18 જૂનથી 22 જૂન સુધી ત્યાં ન્યુ ઝિલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવાની છે. આ પછી ટીમ ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ કારણોસર, ભારતે શ્રીલંકા પ્રવાસ માટે બીજી ટીમ મોકલી છે.

શિખર ધવન (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (વાઇસ કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પદિકલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઇશન કિશન, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, કૃષ્ણ ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, દીપક ચહર, નવદીપ સૈની, ચેતન સાકરીયા