Politics/ બંગાળની રાજનીતિમાં ગરમાવો, ભાજપનાં દિગ્ગજ નેતા TMC માં જોડાય તેવી અટકળો

પશ્ચિમ બંગાળમાં સખત મહેનત કર્યા બાદ પણ ભાજપ પાર્ટી જીતનો સ્વાદ ચાખી શકી નહી. આ ચૂંટણીમાં વડાપ્રધાન મોદીથી લઇને કેન્દ્રનાં દિગ્ગજ નેતાઓએ એડીચોટીનું જોર અપનાવ્યુ હતુ

Top Stories India

પશ્ચિમ બંગાળમાં સખત મહેનત કર્યા બાદ પણ ભાજપ પાર્ટી જીતનો સ્વાદ ચાખી શકી નહી. આ ચૂંટણીમાં વડાપ્રધાન મોદીથી લઇને કેન્દ્રનાં દિગ્ગજ નેતાઓએ એડીચોટીનું જોર અપનાવ્યુ હતુ પરંતુ તેઓ અહી જીત મેળવવામાં અસફળ રહ્યા હતા. ત્યારે હવે ભાજપ માટે પશ્ચિમ બંગાળથી વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

વિરોધ પ્રદર્શન / પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળતા આજે કોંગ્રેસનું દેશભરના પેટ્રોલપંપો પર પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન

આપને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા બાદ ભાજપને ફરી એક મોટો ઝટકો લાગવાનો હોવાનુ સામે આવી રહ્યુ છે. ભાજપનાં દિગ્ગજ નેતા મુકુલ રોય તેમના પુત્ર સુભ્રાંશુ સાથે તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં પાછા ફરી શકે તેવા અહેવલ મળી રહ્યા છે. મુકુલ રોય આજે સાંજે પાર્ટીનાં મુખ્યાલયમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળી શકે છે. આ બેઠકમાં અભિષેક બેનર્જી પણ હાજર રહી શકે છે. આપને જણાવી દઈએ કે, વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીની મોટી જીત બાદ ઘણા જૂના સાથી ટીએમસીમાં પાછા ફરવા માંગે છે. આમાં મુકુલ રોયનું નામ ટોચ પર હતું. ભાજપમાં શુભેન્દુ અધિકારીનાં વધતા કદથી મુકુલ રોય નાખુશ હોવાનું કહેવાઇ રહ્યુ હતું. આ જ કારણ છે કે તે તેમની જૂની પાર્ટીમાં પાછા ફરવા માંગે છે.

શું આ જ આપણું ન્યૂ નોર્મલ છે? / જોઈએ છે એવો વર કે જેણે કોવિશિલ્ડ વેકસીન લીધી હોય : યુવતીએ આપેલી જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ

મુકુલ રોયને ટીએમસી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓનાં આરોપસર 6 વર્ષ માટે હાંકી કાઠવામાં આવ્યા હતા. ટીએમસીમાં મુકુલ રોયનું કદ એક વખત મમતા બેનર્જી પછી બીજા ક્રમે હતું. તેઓ ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા હતા, તેઓ 1998 થી બંગાળનાં રાજકારણમાં છે. મુકુલ રોયનું નામ પણ નારદા સ્ટિંગ કેસમાં સામે આવ્યું છે. મુકુલ રોય તેમની કારકિર્દીની શરૂઆતમાં યુથ કોંગ્રેસમાં હતા, તે સમયે મમતા બેનર્જી યુથ કોંગ્રેસમાં જ હતા. ત્યારથી, મુકુલ અને મમતા વચ્ચે રાજકીય નિકટતા વધી ગઈ હતી. તેમના પિતાની પાછળ, તેમનો પુત્ર સુભ્રાંશુ રોય પણ ભાજપમાં જોડાયો. સુભ્રાંશુને ભાજપે ટિકિટ પણ આપી હતી, પરંતુ તે ચૂંટણી હારી ગયો હતો.