Not Set/ બોટાદ લઠ્ઠાકાંડ બાદ સાવલી પોલીસે બુટલેગરોની ઊંઘ કરી હરામ, તાલુકાના અનેક ગામમાં રેડ

પોલીસે વિભાગે સાવલી તાલુકાના અનેક ગામોમાં જઈ દેશી દારૂની હાટડીયોને નાબૂદ કરી નાંખી છે દેશી દારૂ ના વોશ તથા દારૂ ભરેલા પીપળા તથા દેશી દારૂની ભઠ્ઠીઓને તોડી પાડીને દારૂનો નાશ કરવામાં આવ્યો છે

Top Stories Gujarat

સમગ્ર ગુજરાતમાં ટોપ ઓપ ધ ટાઉન મુદ્દો કોઇ હોય તો તે બોટાદ તાલુકાના ગામોમાં બનેલો લઠ્ઠાકાંડ છે. બળવાળાના રોજીદ અને અન્ય ગામોમાં એક પછી એક મરણ થઇ રહ્યાં છે. જે જોતા અચાનક જ સુતેલી પોલીસને પણ જાણે પોતાની ફરજ યાદ આવી હોય તેમ કામે લાગી છે. ત્યારે આ સંદર્ભે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગામોમાં સાવલી પોલીસ તંત્રએ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધનીય છે કે પોલીસે વિભાગે સાવલી તાલુકાના અનેક ગામોમાં જઈ દેશી દારૂની હાટડીયોને નાબૂદ કરી નાંખી છે. દેશી દારૂ ના વોશ તથા દારૂ ભરેલા પીપળા તથા દેશી દારૂની ભઠ્ઠીઓને તોડી પાડીને દારૂનો નાશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે જુદા-જુદા કુલ 11 ગામોમાંથી દેશી તથા વિદેશી દારૂ પોલીસને મળી આવ્યો છે. જેમાં ગોઠડા, ગાંડીયાપુરા, રસાવાડી, રસુલપુર, સાવલી ટાઉન, ગરધીયા, જુના સમલાયા, આદલવાડા,કરચીયા, અલીન્દ્રા, અને મણીનગરી સહીત ના ગામોનો સમાવેશ થાય છે જ્યાં રેડ પાડવામાં આવી છે.

સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે પોલીસે રેડ પાડતા કુલ  665લીટર વોશ તથા 110 લીટર દેશી દારૂ મળી આવ્યો છે. તંત્ર દ્ધારા 20 આરોપીની અટકાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે વિદેશી દારૂની 11 બોટલો પણ બુટલેગરોના ઘરોમાંથી મળી આવી છે.