બનાસકાંઠા/ બનાસ ડેરી સાથે જોડાયેલી દૂધ મંડળી પર બટાકા વેચવાનો નિર્ણય

બટેટા નો વપરાશ સામાન્ય રીતે  બધા  વર્ગના લોકો કરતા હોય છે . રોજીંદા  શાક માં  બટાટાનો ઉપયોગ કરવામાં આવે છે . શાકભાજી માં રાજા બટાકા ને ગણવામાં આવે છે .  ગરીબ કે તવંગર દરેકના ભોજનમાં બટાકાનો સમાવિષ્ટ થતો હોય છે. , ત્યારે હવે બનાસ ડેરી દ્વારા  એક અનોખી પહેલ કરવામાં આવી છે . . બનાસ […]

Gujarat Others

બટેટા નો વપરાશ સામાન્ય રીતે  બધા  વર્ગના લોકો કરતા હોય છે . રોજીંદા  શાક માં  બટાટાનો ઉપયોગ કરવામાં આવે છે . શાકભાજી માં રાજા બટાકા ને ગણવામાં આવે છે .  ગરીબ કે તવંગર દરેકના ભોજનમાં બટાકાનો સમાવિષ્ટ થતો હોય છે. , ત્યારે હવે બનાસ ડેરી દ્વારા  એક અનોખી પહેલ કરવામાં આવી છે . . બનાસ ડેરી  હવે ઘર આંગણે બટાકા  પહોંચાડશે. જેથી  લોકોને બહાર લેવા જવું પડે નહિ .

નોધનીય છે કે બનાસ ડેરી સાથે જોડાયેલી દૂધ મંડળી પર બટાકા વેચવાનો નિર્ણય કરાયો છે  જેમનો ભાવ  16 રૂપિયા કિલોના  ઉત્તમ ક્વોલિટીના બટાકા વેચાણમાં મૂકવાનો બનાસ ડેરીએ નિર્ણય લીધો છે. તેથી હવે તમે ગામની દૂધ મંડળીમાંથી પણ બટાકા ખરીદી શકાશે.આ ઉપરાંત બનાસ ડેરી દ્વારા પાંચ કિલો ગ્રામની બેગના પેકિંગમાં દૂધ મંડળીઓને બટાકા મોકલવામાં આવશે. જ્યાંથી દૂધ ઉત્પાદકો અને સામાન્ય પ્રજા પણ બટાકા ખરીદી શકશે.