Not Set/ ચાંગા ગામેથી રૂા.10,35,000ના ગાંજાના લીલા છોડના જથ્થા સાથે ઇસમ ઝડપાયો

થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાંગા ગામેથી માદક પદાર્થ ગાંજાના લીલા છોડ કી. રૂા.10,35,000/- ના જથ્થા સાથે એક ઇસમને  થરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

Gujarat Trending

ચેહરસિંહ વાઘેલા, કાંકરેજ- બનાસકાંઠા@ મંતવ્ય ન્યૂઝ

થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાંગા ગામેથી માદક પદાર્થ ગાંજાના લીલા છોડ કી. રૂા.10,35,000/- ના જથ્થા સાથે એક ઇસમને  થરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.સરહદી રેન્જ,ભુજના પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા  તથા બનાસકાંઠા-પાલનપુરના પોલીસ અધીક્ષક તરૂણ દુગ્ગલ તરફથી ગેરકાયદેસર રીતે કેફી ઔષધો તથા મન પ્રભાવી દ્રવ્યોનું વેચાણ અટકાવવા, અને આવા માદક પદાર્થોનું ઉતપાદન તથા વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ ધી નાર્કોટિક ડ્રગ્સ અને પ્રાકૃતિક સુબ્સન્સ, એક્ટ, 1985 (NDPS Act.) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધીક્ષક સા.દિયોદર નાઓના માર્ગદર્શન તળે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી.દેવડા, થરા પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકિકત આધારે દિયોદર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.ચૌધરી તથા એમ.બી.દેવડા પોલીસ સબ ઈન્સપેકટર થરા તથા થરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તથા પંચો સાથે રાખી નટવરજી વીરચંદજી ઠાકોર રહે, ચાંગા, તા.કાંકરેજ વાળાના કબ્જા-ભોગવટા વાળા મંદિરના કમ્પાઉન્ડમાં રેઇડ કરવામાં આવી હતી.

સદરી જગ્યાએથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ મળી આવેલ હોય જે માદક પદાર્થ ગાંજાના નાના-મોટા છોડ નંગ-54, વજન – 103.500 કિ.ગ્રા., કિં.રૂા. 10,35,000/- નો મુદ્દામાલ મળી આવતા, કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ ધી નાર્કોટિક ડ્રગ્સ અને પ્રાકૃતિક સુબ્સન્સ, એક્ટ, 1985 (NDPS Act.) હેઠળ કાયદેસર કાર્યવાહી કરવા થરા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.