Not Set/ જસદણ : કોંગ્રેસમાં જુથવાદનો ચરુ ઉકળ્યો, ચાર મોટા માથાએ લીધા ઉમેદવારી પત્ર

જસદણ પેટા ચૂંટણી પ્રતિષ્ઠાના જંગનું રૂપ ધારણ કરી ચુકી છે. ભાજપે પોતાના ઉમેદવાર તરીકે બાહુબલી કુંવરજી બાવળિયાને જાહેર કરીને પત્તા ખોલી દીધા છે. પરંતુ કોંગ્રેસ હજુ પણ અવઢવમાં હોય તેવું લાગી રહ્યું છે. પેટા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, તેમ છતાં પણ કોંગ્રેસ પોતાનો ઉમેદવાર જાહેર નથી કરી શકી. જોકે, મળતી માહિતી […]

Top Stories Gujarat Others

જસદણ પેટા ચૂંટણી પ્રતિષ્ઠાના જંગનું રૂપ ધારણ કરી ચુકી છે. ભાજપે પોતાના ઉમેદવાર તરીકે બાહુબલી કુંવરજી બાવળિયાને જાહેર કરીને પત્તા ખોલી દીધા છે. પરંતુ કોંગ્રેસ હજુ પણ અવઢવમાં હોય તેવું લાગી રહ્યું છે.

પેટા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, તેમ છતાં પણ કોંગ્રેસ પોતાનો ઉમેદવાર જાહેર નથી કરી શકી. જોકે, મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા શુક્રવાર સાંજ સુધીમાં ઉમેદવારનું નામ જાહેર થવાની સંભાવના છે.

જોકે, કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારનું નામ જાહેર ન કરાતા, પાર્ટીમાં આંતરિક જુથવાદના ચરુમાં ઉકળાટ જોવા મળ્યો છે. મળતી વિગતો મુજબ જસદણ વિસ્તારના કોંગ્રેસના ચાર મોટા માથાએ ઉમેદવારી ફોર્મ લઈને હાઈકમાન પર દબાણ કરવાનો પ્રયત્ન કર્યો છે.

કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલે ઉમેદવારી પત્ર લેતા રાજકારણમાં ગરમી વ્યાપી ગઈ છે. સાથે જ ધીરુભાઈ શીંગાળા તેમજ અવસર નાકિયાએ પણ ઉમેદવારી પત્ર લીધું હોવાની જાણકારી મળી રહી છે.