પર્દાફાશ/ ખાણ ખનીજ કચેરી દ્વારા બોગસ રોયલ્ટી પાસથી રેતી ભરેલા ડમ્પર ઝડપાયા

ગોધરા સ્થિત ખાણ ખનીજ કચેરી દ્વારા કાલોલ તાલુકાના અલાલી ગામે ગોમા નદીમાં સાદી રેતી લીઝ નાગાઈ રેતી સપ્લાયર્સના પ્રો. સંદીપકુમાર પાટીલને આપવામાં આવી હતી અને તેઓના અવસાન

Gujarat Trending

મોહસીન દાલ, ગોધરા મંતવ્ય ન્યૂઝ

ગોધરા સ્થિત ખાણ ખનીજ કચેરી દ્વારા કાલોલ તાલુકાના અલાલી ગામે ગોમા નદીમાં સાદી રેતી લીઝ નાગાઈ રેતી સપ્લાયર્સના પ્રો. સંદીપકુમાર પાટીલને આપવામાં આવી હતી અને તેઓના અવસાન બાદ રોયલ્ટી માટે અધિકૃત એસ.એસ.પી.પેપર નંગ ૫૦૦ ઈસ્યુ કરવામાં આવ્યા હતા, જે રદ્દ થઈ ગયા હતા. આ નંબરના આધારે વેજલપુરની જયશ્રી ક્રિષ્ના ટ્રેડિંગના નામની બોગસ પ્રિન્ટીંગ વાળી રોયલ્ટી પાસના આધારે ગોમા નદી માંથી રેતીના આ વ્યાપારની હેરાફેરીના ચોંકાવનારા કૌભાંડ સામે ખાણ ખનીજ કચેરીના રોયલ્ટી ઈન્સપેક્ટરે કાંકણપુર પોલીસ મથકમાં ફરીયાદ આપતા બોગસ રોયલ્ટી પાસનું એક ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો છે.

 કિશનભાઈ ગજેરાએ સાદી રેતી ભર્યા બાદ ટ્રક ડ્રાઈવરને જયશ્રી ક્રિષ્ના ટ્રેડિંગ કંપનીના નામની રોયલ્ટી પાસ આપી હોવાનું પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું. ગોધરા તાલુકાના ટુવા ગામ પાસે એક ટ્રક ચાલક બોગસ રોયલ્ટી પાસ લઈ સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રેતીનું વહન કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીની તપાસમાં ઝડપાઈ જતા અધિકારીએ ટ્રક ચાલક વિરુદ્ધ કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ગોધરા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર દિલીપભાઈ પ્રજાપતિ તેમજ ટીમ તપાસ અર્થે નીકળ્યા હતા.જેમાં ગોધરા તાલુકાના ટુવા ગામ ખાતેથી રબારી ભામુભાઈ નામનો ઈસમ પોતાના કબ્જાની ટ્રક નંબર જી.જે.૧૨.બી.ટી.૫૧૦૭ લઈ પસાર થઈ રહ્યો હતો.જેને રોયલ્ટી ઈન્સ્પેકટર દ્વારા અટકાવી ટ્રકમાં રેતી વહન કરવા અંગેનો રોયલ્ટી પાસ માંગતા ટ્રક ચાલક દ્વારા વર્ષ ૨૦૨૦ થી રદ થયેલા એસ.એસ.પી પાસમાં જયશ્રી ક્રિશ્ના ટ્રેડિંગ કંપની,વેજલપુરના નામનું બોગસ પ્રિન્ટીંગવાળું રોયલ્ટી પાસ તૈયાર કરી સરકારની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડવાના હેતુસર- ૩૯.૫૯૦ મેટ્રિક ટન સાદી રેતીનું વહન કરી, દંડની રકમ રૂ.૧,૯૭,૯૫૦ ની છેતરપીંડી કરી રોયલ્ટી પાસ ખોટો હોવાનું જાણવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી ગુન્હો કર્યો હતો.જેથી રોયલ્ટી અધિકારીએ ઉપરોક્ત આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવા કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી હતી.