રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44 મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ પણ RILના વૈશ્વિકરણની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં કંપનીની વૈશ્વિક યોજનાઓની જાહેરાત કરવામાં આવશે. તેમણે રિલાયન્સ બોર્ડમાં સાઉદી Aramcoના અધ્યક્ષ, યાસીર અલ-રૂમાય્યાનને પણ શામેલ કરવામાં આવ્યા છે. સીએમડી મુકેશ અંબાણીએ યાસીર અલ-રૂમાય્યાનને કંપની બોર્ડમાં આવકારતાં કહ્યું કે રિલાયન્સના વૈશ્વિકરણની આ શરૂઆત છે.
યાસીર અલ-રૂમાય્યાન સ્વતંત્ર ડિરેક્ટર તરીકે બોર્ડમાં જોડાયા
યાસીર અલ રૂમાય્યાન સ્વતંત્ર ડિરેક્ટર તરીકે રિલાયન્સ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. 2019 ની વાર્ષિક સામાન્ય સભામાં રિલાયન્સે સાઉદી Aramcoને ઓઇલ-ટુ કેમિકલ (ઓ 2 સી) બિઝનેસમાં 20 ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી. આ ડીલમાં ગુજરાતના જામનગર ખાતે બે ઓઇલ રિફાઈનરીઓ અને પેટ્રો કેમિકલ સંપત્તિનો સમાવેશ છે. આ સિવાય સીએમડી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે છેલ્લા એજીએમથી અમારો ધંધો અને નાણાં અપેક્ષા કરતા વધારે વધ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કોરોના સંકટ પછી પણ છેલ્લા 1 વર્ષમાં 75,000 નવી નોકરીઓ આપી છે. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, RILની પેટાકંપની રિલાયન્સ રિટેલ આગામી 3 વર્ષમાં 10 લાખથી વધુ લોકોને રોજગાર આપશે.

RIL ઇક્વિટી કેપિટલથી 3.24 લાખ કરોડ એકત્ર કરે છે
આરઆઈએલના સીએમડી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા એક વર્ષમાં ઇક્વિટી કેપિટલમાંથી 3.24 લાખ કરોડ એકત્ર કર્યા છે. અમને આનંદ છે કે અમારા રિટેલ શેરહોલ્ડરોને રાઇટ્સ ઇશ્યૂથી 4 ગણું રીટર્ન મળ્યું છે. તેમણે કહ્યું કે કંપનીની કન્સોલિડેટેડ આવક આશરે 5,40,000 કરોડ રૂપિયા છે. અમારો કન્ઝ્યુમર વ્યવસાય ખૂબ જ ઝડપથી વિકસ્યો છે. આ દરમિયાન રિલાયન્સે ‘જિઓ ફોન નેક્સ્ટ’ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તે ગૂગલના સહયોગથી તૈયાર કરવામાં આવી છે. આ ફોનને લોન્ચ કરતી વખતે ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ કહ્યું કે આ ફોનની ઇન્ટરનેટ સ્પીડ સારી રહેશે. કંપનીનો આ સસ્તો સ્માર્ટફોન ગણેશ ચતુર્થીના દિવસે 10 મી સપ્ટેમ્બરથી બજારમાં ઉપલબ્ધ થશે.
