પંજાબમાં વીજળીની કટોકટી અંગે પોતાની જ સરકારને નિશાન બનતા નવજોત સિંહ સિદ્ધુ હવે સવાલોથી ઘેરાયેલા જોવા મળે છે. કોંગ્રેસ નેતા સિદ્ધુએ ઘણા મહિનાઓથી વીજળીનું બિલ ચૂકવ્યું નથી. તેવું સામે આવ્યું છે કે વીજ કંપની તેના પર રૂ. આ ઘટસ્ફોટથી નવજોત સિંહ સિદ્ધુ સંપૂર્ણ મૌન છે. તેમણે હજી સુધી કોઈ નિવેદન આપ્યું નથી. અપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને સિદ્ધુ વચ્ચે મનમુટાવ ચાલી રહ્યો છે. સિદ્ધુ સમયાંતરે સરકાર માટે અસ્વસ્થ પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી રહ્યા છે.
તાજેતરમાં જ સિદ્ધુએ પંજાબમાં વીજ સંકટ અંગે કેપ્ટન અમરિંદર સિંહની સરકારની ટીકા કરીને કહ્યુ હતુ કે, જો યોગ્ય દિશામાં કામ કરવામાં આવે તો વીજ કાપની જરૂર નહીં પડે. પણ હવે ખુદ સિદ્ધુની જ આ મામલે પોલ ખુલી રહી છે. સિધ્ધુએ કહ્યુ હતુ કે, પંજાબ 4.54 રૂપિયા પ્રતિ યુનિટે વીજળી ખરીદે છે જ્યારે દેશમાં એવરેજ કિંમત પ્રતિ યુનિટ 3.85 રૂપિયા છે. પંજાબે પ્રાઈવેટ કંપનીના ત્રણ થર્મલ પ્લાન્ટ પર આધાર રાખવો પડે છે. તેમની પાસેથી પંજાબને વધારે ભાવે વીજળી ખરીદવી પડે છે.
આ પણ વાંચો : રાહુલ જી ઈચ્છે તો હરિયાણામાં આવીને રસી લગાવી શકે છે : CM ખટ્ટર
તેમણે કહ્યુ હતુ કે, બાદલ સરકારના સમયથી વીજળી ખરીદવાના કરારમાં ખોટી શરત દાખલ થઈ છે અને તેના કારણે ગયા વર્ષ સુધી પંજાબ સરકારને 54 હજાર કરોડ રૂપિયા ચુકવવા પડ્યા છે.
આ પણ વાંચો :આમિર ખાન અને કિરણ રાવે લગ્નના 15 વર્ષ પછી છૂટાછેડા લીધા, પરસ્પર સંમતિથી છૂટા થયા
પીએસપીસીએલ વેબસાઇટ અનુસાર અમૃતસરમાં સિદ્ધુના મકાનનું વીજળીનું બિલ 8,67,540 થઈ ગયું છે, જે હજી સુધી જમા કરાયું નથી અને બિલ રજૂ કરવાની છેલ્લી તારીખ 2 જુલાઈ હતી. વારંવાર પ્રયાસ કરવા છતાં સિદ્ધુની ટિપ્પણી માટે પહોંચી શકાયું નહીં. નોંધનીય છે કે પંજાબમાં વીજળીની અછત વચ્ચે, નવજોતસિંહ સિદ્ધુએ અગાઉની શિરોમણિ અકાલી દળ-ભારતીય જનતા પાર્ટીની સરકાર દરમિયાન કરાયેલા વીજ ખરીદી કરારને રદ કરવા નવા કાયદા માટે તાકીદ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો રાજ્ય યોગ્ય દિશામાં કામ કરશે તો પંજાબમાં વીજળી કાપવાની જરૂર નહીં પડે.
આ પણ વાંચો :કોવેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલનું પરિણામ, જાણો ડેલ્ટા વેરિએન્ટ પર કટલા ટકા અસરકાર
મુખ્યમંત્રીના આ આદેશ પર પ્રશ્નો થયા હતા ઉભા
વીજળીની કટોકટીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વધુ ઉર્જા વપરાશ કરતા ઉદ્યોગોને વીજ પુરવઠો ઘટાડવાની ઓફિસનો સમય ઘટાડવાનો આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ તમામ સરકારી કચેરીઓને વીજળીનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં વીજ માંગ 14,500 મેગાવોટ પર પહોંચી ગઈ હોવાથી સ્થિતિ ખૂબ ગંભીર છે. આ આધારે નવજોતસિંહ સિદ્ધુએ મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું હતું.
