- ધો.12 સાયન્સનાં રીપીટર વિદ્યાર્થીઓ માટે સમાચાર
- આજથી હૉલટિકિટ વેબસાઇટ પરથી ડાઉનલૉડ કરી શકશે
- ગુજ.માધ્યમિક-ઉ.મા.શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મુકાઇ
- વિદ્યાર્થીઓ હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે
- 15 જૂલાઇથી શરૂ થવાની છે ધો.12નાં રિપિટરની પરીક્ષા
ગુજરાતમાં કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આ જ કારણ છે કે, શિક્ષણ વિભાગે ધોરણ 12 સાયન્સનાં રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યુ છે. આ અંગે તાજેતરમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

રાજકારણ / દિવંગત રામ વિલાસ પાસવાનની જન્મ જયંતિએ ચિરાગ પાસવાને કર્યુ આશીર્વાદ યાત્રાનું આયોજન
આપને જણાવી દઇએ કે, ધોરણ -12 સાયન્સનાં રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જૂલાઇથી શરૂ થવાની છે, ત્યારે આજથી તેઓ વેબસાઇટર પરથી હોલ ટિકીટને ડાઉનલોડ કરી શકશે. આ હોલ ટિકીટ ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. ધોરણ -12 સાયન્સનાં રીપીટર વિદ્યાર્થીઓ આજથી આ વેબસાઇટ પર જઇને પોતાની હોલ ટિકીટ ડાઉનલોડ કરી શકશે. આપને જણાવી દઇએ કે, ધોરણ -12 સાયન્સ રીપીટરોની પરીક્ષા 15 જૂલાઇથી શરૂ થવાની છે.

સંબોધન / PM મોદી આજે કોવિન ગ્લોબલ કોન્કલેવને કરશે સંબોધન, પોતાના મંતવ્ય રજૂ કરશે
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યનાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ RTE પ્રવેશ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘RTE હેઠળ એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહીં રહે. જરૂર પડશે તો ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દતમાં પણ વધારો કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને શાળામાં RTE હેઠળ પ્રવેશ મળી શકશે.’ આ ઉપરાંત તેમણે ફીમાં રાહત મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે, ફીમાં રાહત મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
