Not Set/ કોરોનાને કારણે ગુમાવી છે નોકરી, 1500થી વધુ દિવ્યાંગ લોકોએ નોકરી ગુમાવી

અંધજન મંડળ દ્વારા કરિયાણાની કિટ વિતરણ કરવામાં આવી હતી. પરંતુ દિવ્યાંગો કહી રહ્યાં છે કે કરિયાણાની કિટ જીવનનિર્વાહ માટે પૂરતી નથી. અમારે લાઈટબિલ, શાકભાજી, ઘરખર્ચ સહિતના ખર્ચને પહોંચી વળવામાં મુશ્કેલી પડી રહી છે.

Top Stories Gujarat

કોરોનાને કારણે અનેક લોકોએ નોકરી ગુમાવી છે જેમાં દિવ્યાંગો પણ બાકાત નથી. ત્યારે બેરોજગાર થયેલા દિવ્યાંગોના દુ:ખ અંગે મંતવ્ય ન્યુઝની વિશેષ અહેવાલ આવો જોઈએ.

કોરોના કાળમાં અનેક ઉદ્યોગ ધંધા ઠપ્પ થયા છે..નાના વેપારીઓ હોય કે પછી ઉધોગપતિ તમામની હાલત છેલ્લા દોઠ વર્ષથી કફોળી બની છે. આર્થિક મંદી સામાન્ય વર્ગના લોકો પણ ભોગવી રહ્યા છે. કોરોનાના કારણે વેપાર ધંધા બંધ થતાં અનેક લોકોએ નોકરી ગુમાવી છે. વેપાર ધંધો ઠપ થઈ ગયો છે. તેના લીધે બેરોજગારી વધી રહી છે.ત્યારે દિવ્યાંગ લોકોની પણ હાલત કફોડી બની છે.

મળતી સહાય પૂરતી નહીં, સરકાર સહાય કરે

કોરોનાને કારણે બજારમાં મંદી આવી છે. બજારમાં મંદીને કારણે અનેક લોકો બેરોજગાર થયા છે. બેરોજગાર થયેલા સામાન્ય લોકો નાની-મોટી મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. ત્યારે કોરોનાને કારણે દિવ્યાંગ લોકોની હાલત ખૂબ ખરાબ જોવા મળી રહી છે. કોરોના વાયરસના લીધે ગુજરાતમાં અંદાજિત 1500થી વધુ દિવ્યાંગોએ નોકરી ગુમવવી પડી છે.

જોકે કોરોના કાળમાં દિવ્યાંગોને મદદ મળી રહે તે માટે અંધજન મંડળ દ્વારા કરિયાણાની કિટ વિતરણ કરવામાં આવી હતી. પરંતુ દિવ્યાંગો કહી રહ્યાં છે કે કરિયાણાની કિટ જીવનનિર્વાહ માટે પૂરતી નથી. અમારે લાઈટબિલ, શાકભાજી, ઘરખર્ચ સહિતના ખર્ચને પહોંચી વળવામાં મુશ્કેલી પડી રહી છે.

બેરોજગાર થયેલા દિવ્યાંગો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરે છે કે તેમને યોગ્ય સહાય કરે જેથી તે પોતાનું જીવનનિર્વાહ કરી શકે.