હુમલો/ નારોલ પોલીસે જુનિયર વકીલને ફટકાર્યો, વકીલે અરજીમાં કર્યો આક્ષેપ

કર્ફ્યૂ ભંગના ગુનામાં બે ઈસમોની અટકાયત કરવાના મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં છોડાવવા ગયેલા જુનિયર વકીલને પોલીસે ફટકાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવના પગલે વકીલે લેખિતમાં આ મામલે અરજી પણ કરી છે.   પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, છેલ્લા ત્રણ વર્ષથી ઘી કાંટા મેટ્રોપોલિટન મેજિસ્ટેટ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા અને ઢાળઘરવાડમાં રહેતા અમ્માર મન્સૂરીને બુધવારની મોડી રાત્રે […]

Ahmedabad Gujarat

કર્ફ્યૂ ભંગના ગુનામાં બે ઈસમોની અટકાયત કરવાના મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં છોડાવવા ગયેલા જુનિયર વકીલને પોલીસે ફટકાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવના પગલે વકીલે લેખિતમાં આ મામલે અરજી પણ કરી છે.

 

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, છેલ્લા ત્રણ વર્ષથી ઘી કાંટા મેટ્રોપોલિટન મેજિસ્ટેટ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા અને ઢાળઘરવાડમાં રહેતા અમ્માર મન્સૂરીને બુધવારની મોડી રાત્રે તેમના મિત્રનો ફોન આવ્યો હતો કે તાહિર અને ઉસામાને નારોલ પોલીસે કર્ફ્યુ ભંગના ગુનામાં પકડી લીધા છે. જેથી તેમના જામીન કરાવવા માટે અમ્માર ભાઈ નારોલ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં એક પોલીસ જવાન સાથે તેમની વાતચીત ચાલતી હતી તે દરમિયાન અન્ય એક પોલીસ જવાને તેમને માર મારવાનું શરુ કર્યું હતું. ફેંટો અને લાતોથી કરાયેલા હુમલાનો બચાવ કરવા માટે જુનિયર વકીલે પોતાનો મોબાઈલ ફોન ખિસ્સામાંથી બહાર કાઢીને વિડીયો બનાવાની કોશિશ કરતા પોલીસ જવાને તે મોબાઈલ છીનવી લઈને તેને નીચે ફેંકી દેતા મોબાઈલ ફોન તૂટી ગયો હતો. એટલુંજ નહિ , જુનિયર વકીલની હાથમાં પહેરેલી ઘડિયાળ પણ તેજ સમયે તૂટી ગઈ હતી.

પોલીસ જવાનના ઉદ્ધતાઈ ભર્યું વર્તનને જોતા જુનિયર વકીલે આ મામલે લેખિતમાં અરજી પણ નારોલ પોલીસ સ્ટેશનમાં આપી છે. એટલુંજ નહિ ડીસીપીની ઓફિસની સાથે સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ આ બાબતે લેખિતમાં જાણ કરી છે. આ મામલે હાલ સત્તાવાર માહિતી સામે આવી નથી કે સમગ્ર મામલો શું હતો ? ક્યાં પોલીસ જવાને માર માર્યો હતો ? કેમ માર માર્યો હતો ? તે અંગે હજી સુધી કોઈ કડી બહાર આવી નથી. જોકે, જુનિયર વકીલ ઉપર હાથ ઉપાડવાના મામલે ઘી કાંટા મેટ્રો કોર્ટના તમામ વકીલોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.