યોજના/ દિલ્હીમાં ટૂંક સમયમાં શરૂ થશે વન નેશન વન રેશનકાર્ડ ? ઇ-પીઓએસ મશીનોના પરીક્ષણના આદેશ આપ્યા

આ યોજનામાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રેશનકાર્ડ ધારકો દેશભરમાં કોઈપણ રેશનની દુકાનમાંથી માસિક અનાજનો ક્વોટા મેળવી શકે છે

India

દિલ્હી સરકારે તેના તમામ મદદનીશ કમિશનરોને શનિવારે સાંજ સુધીમાં તેમના અધિકારક્ષેત્રમાં સરકારી રેશનની દુકાનમાં ઇ-પીઓએસ મશીનોનું પરીક્ષણ કરવા નિર્દેશ આપ્યો છે, જેથી કેન્દ્ર સરકારની ‘વન નેશન વન રેશનકાર્ડ’ યોજનાને કોઈ પણ મુશકેલી વિના શરૂ કરવામાં આવી શકે . સુપ્રીમ કોર્ટે અગાઉ આ યોજના 31 જુલાઇ સુધીમાં દેશભરમાં લાગુ કરવાનો આદેશ આપ્યો હતો.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના એડિશનલ કમિશનર કુલદીપસિંહે શુક્રવારે ઓર્ડર જારી કર્યો હતો કે કેન્દ્રની ઓએનઓઆરસી યોજનાના અમલીકરણ માટે ઇ-પીઓએસ મશીનોનો ઉપયોગ કરીને પરીક્ષણ ઉપયોગ નહીં કરવા બદલ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.આ યોજનામાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રેશનકાર્ડ ધારકો દેશભરમાં કોઈપણ રેશનની દુકાનમાંથી માસિક અનાજનો ક્વોટા મેળવી શકે છે. રાશનની આ પોર્ટેબીલીટી ઇ-પીઓએસ મશીનો પર આધારીત છે, જે લાભાર્થીઓની ઓળખ અને પાત્રતાને ચકાસવા માટે આધાર-લિંક્ડ બાયમેમેટ્રિક પ્રમાણીકરણનો ઉપયોગ કરે છે.

રાજધાની દિલ્હીમાં યોજનાના લોકાર્પણ માટે તત્પરતા સુનિશ્ચિત કરવા વિભાગે 7 જુલાઇએ દિલ્હીની 2,000 માંથી 117 રેશન શોપને ઇ-પીઓએસ મશીનો દ્વારા 50 ટ્રાયલ ટ્રાન્ઝેક્શન કરવા નિર્દેશ આપ્યો હતો. અગાઉ તમામ રેશન ડીલરોને ઇ-પીઓએસ મશીનોના સંચાલન અંગે તાલીમ આપવામાં આવી હતી.