- પ્રવાસ અને પર્યટન હવે મોંધા થશે
- ટુર ઓપરેટર્સના ભાડામાં તોળાતો 20 ટકા વધારો
- 20 જુલાઇ થી અમલી બની શકે ભાડા વધારો
- પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો ઝીંકાઇ શકે પ્રવાસીના શિરે
- ગાડીભાડામાં પણ થઇ શકે 15 થી 20 ટકા વધારો
ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. દરમિયાન લાંબા સમયથી ઘરમાં બંધ રહેલાં ગુજરાતીઓ હવે મુક્તિનો આનંદ માણવા પ્રવાસ-પર્યટનના ખુલ્લા સ્થળે જવાનું પસંદ કરી રહ્યાં છે..ત્યારે પ્રવાસીઓના શિરે હવે ટુર્સ ઓપરેટરોનો ભાવ વધારો પણ તોળાઇ રહ્યો છે.પ્રવાસ આયોજન અને ગાડીભાડામાં અંદાજે 20 ટકા ભાડા વધારો અમલી બનાવવાનો નિર્ણય ગુજરાત ટુરીસ્ટ એન્ડ વ્હીકલ્સ ઓપરેટર એસોસિએશને કર્યો છે.
મહામારીનું સંકટ / વિશ્વમાં કોરોનાથી 40.8 લાખથી વધુ લોકોનાં મોત, ભારતમાં મોતનો આંક ભયાનક
ગુજરાતમાં ઘટતાં જતાં કોરોના કેસથી સરકારીતંત્ર , વહીવટીતંત્ર અને પ્રજાએ પણ રાહતનો દમ લીધો છે. દરમિયાન હવે છેલ્લા લાંબા સમયથી ઘર બહાર નહીં નીકળેલાં ગુજરાતીઓ પ્રવાસ-પર્યટનના સ્થળે જવા અધીર્ બન્યા છે. આ જ હેતુ પર્યટનસ્થળો અને પ્રવાસનધામ પર લોકોનો ધસારો વધ્યો છે. આ સ્થિતિનો આર્થિક લાભ લેવા ગુજરાત ટુરીસ્ટ વ્હીક્લસ ઓપરેટર એસોસિએશને નિર્ણય કર્યો છે. જે મુજબ પ્રવાસન અને પર્યટનના ભાડામાં અંદાજે 20 ટકા વધારો કરવાનો નિર્ણય ટુરીસ્ટ એસો.એ કર્યો છે. જો કે ટુરીસ્ટ એસોસિએશન આ માટે પેટ્રોલ-ડિઝલ અને વ્હીકલના સ્પેરપાર્ટસના ભાવમાં અંદાજે 15 થી 35 ટકા સુધી થયેલો ભાવવધારો આપી રહ્યાં છે. આ સંજોગોમાં પ્રવાસ અને પર્યટન સંચાલકોના શિરે ઝીંકાયેલો 15 થી 35 ટકા આર્થિક બોજ અંતે પ્રવાસીઓના શિરે ઝીંકવામાં આવશે. ટૂર ઓપરેટ મોંઘી બનવાની સાથે ગાડીના ભાડામાં પણ 15 થી 20 ટકા વધારો તોળાઇ રહ્યો છે.
સાંબેલાધાર વરસાદ / ઉમરગામમાં 2 કલાકમાં 8.5 ઇંચ વરસાદ, અમદાવાદ-ગાંધીનગરમાં લોકો બફારાથી કંટાળ્યા
ભાડામાં કેટલો થઇ શકે વધારો ?
વાહન – હાલનું ભાડુ (કિ.મી.) – ભાડા વધારો (કિમી,)
-56સીટ નોન એ.સી.બસ- 38 રૂ. – 40 રૂ.
-56સીટ એ.સી.બસ – 42 રૂ. – 50 થી 52 રૂ.
-27સીટ નોન એ.સી.મીની – 25 રૂ. – 30 રૂ.
-27સીટ એ.સી.મીની – 28 રૂ. – 35 રૂ.
પ્રવાસ બસની સાથે ટેક્સી ભાડામાં પણ વધારો ઝીંકાશે. ગાડી ભાડા જે પ્રતિ કિ.મી. 13 થી 15 છે તે તમામગાડીમાં રૂ.15 થી 18 સુધી ભાડા વધારો થઇ શકે છે. ટુર્સ ઓપરેટર્સ એસોસિએશને નિર્ધારિત કરેલો ભાડા વધારો 20 જુલાઇ થી અમલી બનશે. અંતે પ્રવાસીઓના શિરે ભાડા વધારો ઝીંકાશે. એ માટે પ્રવાસીઓ તૈયાર રહે.
