શું તમે વિશ્વના એવા દેશ વિશે જાણો છો કે જ્યાં લોકો તેમના પૂર્વજોના મૃતદેહ સાથે રહે છે? જો નહીં, તો આજે અમે તમને વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં લોકો તેમના પરિવારના સભ્યોના મૃત્યુ બાદ તેમને દફનાવતા નથી પરતું મૃતકોને મમીમાં પરિવર્તિત કરીને તેમની સાથે રાખે છે.
મૃતકોને તેમની સાથે રાખવાની આ પરંપરા ઇન્ડોનેશિયાના તોરાજન સમુદાયમાં જોવા મળે છે.આ સમુદાય ડેડ હાર્વેસ્ટ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે, જેમાં મૃત વ્યક્તિને બોક્સમાંથી બહાર કાઢીને તેમને સ્નાન કરાવી,અને ફરીથી નવા કપડા પહેરાવીને તૈયાર કરવામાં આવે છે અને તેમને ગમતું ભોજન બનાવવામાં આવે છે.
જે દિવસે લોકો મૃત લોકોને બહાર કાઢવામાં આવે છે અને તૈયાર કરવામાં આવે છે, તે દિવસે તેઓ તેમના સંબંધીઓ અને મિત્રોને પણ બોલાવે છે. આખા ગામમાં ઉત્સવનું વાતાવરણ છે. આ બધું થાય છે કારણ કે તેઓ તેમના પરિવારના સભ્યો સાથે ખૂબ જ લાગણીથી જોડાયેલા હોય છે , તેથી તેઓને કાયમ માટે દફનાવતા પહેલાં ઘણા વર્ષો સુધી તેઓ પોતાની સાથે રાખે છે
ઇન્ડોનેશિયાના તોરાજન સંપ્રદાયના લોકોનું માનવું છે કે મૃત્યુ જીવનનો અંત નથી અને જે મૃત્યુ પામ્યો છે તે પણ જીવંત છે. આ લોકો મૃત લોકોને તેમની સાથે જ રાખે છે, પરંતુ તેમને ખોરાક પણ આપે છે. આ સંપ્રદાયમાં, જ્યારે કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે દફનાવવાને બદલે ભેંસની બલિ આપવામાં આવે છે. ભેંસની બલિ આપ્યા બાદ ઉજવણી કરવામાં આવે છે પછી મૃતદેહને ઘરે લઈ જવામાં આવે છે. આ પછી, તેને અનાજ ઘર અને પછી સ્મશાનમાં લઈ જવામાં આવે છે.પછી મૃતકને ઘરે પરત લાવવામાં આવે છે .
તેમના માટે એક રૂમ ખાલી કરવામાં આવે છે . જેમાં દરેક વસ્તુની જરૂરિયાત, કપડાં અને પસંદગીની વસ્તુઓ રાખવામાં આવી છે. ઘણા વર્ષો સુધી મૃત શરીરને બચાવવા માટે તેમના શરીર પર ફોર્માલ્ડીહાઇડ અને પાણીના સોલ્યુશન વાપરવામાં આવે છે જેનાથી ઘણા વર્ષો સુધી તેમનો મૃતદેહ સચવાય છે. બાદમાં આ મૃતદેહનો પરિવારમાં સમાવેશ કરવામાં આવે છે અને અહીં લોકો મરણને તહેવારની જેમ ઉજવે છે.
આ દિવસે તૂટેલા શબપેટીનું સમારકામ અથવા બદલી કરવામાં આવે છે. આ પછી, તેમના પરિવારજનોના મૃતદેહને નિશ્ચિત માર્ગે આખા ગામમાં ફરવા માટે લઈ જવામાં આવ્યા છે. આ ગામની પરંપરાને ‘મિનેને’ કહેવામાં આવે છે. આ પરંપરા દર વર્ષે ઓગસ્ટમાં કરવામાં આવે છે. તે મૃત શરીરની સફાઇનો એક કાર્યક્રમ માનવામાં આવે છે. પરંપરા દરમિયાન બહારના લોકોને પણ મૃત લોકોને મળવાની છૂટ છે.
