સચિન પીઠવા, સુરેન્દ્રનગર@મંતવ્ય ન્યૂઝ
સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાની બૂમરાડ ઉઠવા પામી છે. ત્યારે ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ પાછળ ખાણ-ખનીજના દરોડાથી ચકચાર મચી જવા પામી છે. સ્થળ ઉપર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પહોંચે તે પહેલાં ખનન માફીયાઓ ફરાર થઈ ગયા હતા.

જિલ્લા ખાણ-ખનીજ વિભાગને ખનન કરતા વાહનો હાજર નહીં મળી આવતાં બીન વારસી ખનીજ સીઝ
સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાની બૂમરાડ ઉઠવા પામી છે અને બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસને સાથે રાખી દરોડો પાડી જેસીબી, ડમ્પર સહિતનો લાખો રૂ.નો મુદામાલ સીઝ કરી ખનીજ માફીયાઓ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે ધ્રાંગધ્રા પથંકમાં ગેરકાયદેસર સફેદમાટીના ખનન પર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ પાછળ ખાણ-ખનીજના દરોડાથી ચકચાર મચી જવા પામી છે. સ્થળ ઉપર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પહોંચે તે પહેલાં ખનન માફીયાઓ ફરાર થઈ ગયા હતા.

જિલ્લા ખાણ-ખનીજ વિભાગને ખનન કરતા વાહનો હાજર નહીં મળી આવતા બીન વારસી ખનીજ સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગના અચાનક દરોડાથી ખનીજ માફીયાઓમાં ફફડાટ મચી જવા પામ્યોં છે અને તંત્રની લાલ આંખથી ખનીજ ચોરો ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યાં છે.


