Not Set/ કલેકટર પ્રવિણા ડી.કેનાં અધ્યક્ષસ્થાને મળી સંકલિત બાળવિકાસ યોજના મોનીટરીંગ એન્ડ રીવ્યુ મિટિંગ 

યોજનાના પોતાના માકાન ન ધરાવતા આંગણવાડીઓ માટે સત્વરે નવા મકાન બનાવવા, બાળકો, સગર્ભા, ધાત્રી અને કિશોરીઓને સમયસર પુરક પોષણ મળી રહે, આંગણવાડી વર્કર હેલ્પરનાં બિલોનાં ચૂકવણા સમયસર થાય તે બાબતે ખાસ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી હતી.

Gujarat Trending

કૌશિક છાયા, ભૂજ@ મંતવ્ય ન્યૂઝ

કલેકટર પ્રવિણા ડી.કે નાં અધ્યક્ષ સ્થાને સંકલિત બાળ વિકાસ યોજના (આઈ.સી.ડી.એસ. )મોનીટરીંગ એન્ડ રીવ્યુની ત્રિ-માસિક મિટિંગનું કલેકટર કચેરી ખાતે આયોજન કરવામાં આવેલ હતુ. અધ્યક્ષ પ્રવિણા ડી.કે. દ્વારા આંગણવાડીમાં વિજળી, પાણી, અને સેનિટેશનની સુવિધા તામામ આંગણવાડીમાં ઉપલબ્ધ કરવામાં આવે.

યોજનાના પોતાના માકાન ન ધરાવતા આંગણવાડીઓ માટે સત્વરે નવા મકાન બનાવવા, બાળકો, સગર્ભા, ધાત્રી અને કિશોરીઓને સમયસર પુરક પોષણ મળી રહે, આંગણવાડી વર્કર હેલ્પરનાં બિલોનાં ચૂકવણા સમયસર થાય તે બાબતે ખાસ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી હતી.

આ મિટિંગમાં આઈ.સી.ડી.એસ. યોજના અંતર્ગત વિવિધ યોજનાઓ અંતર્ગત સમીક્ષા કરવામાં આવી હતી.વધુમાં વિવિધ વિભાગો સાથે આઈ.સી.ડી.એસ. યોજનાના કન્વર્જન્સ તેમજ સંકલનમાં ને લગતા પ્રશ્નો જેવા કે અગાઉનાં વર્ષોમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ, જિલા ગ્રામ વિકાસ એજન્સી માં આયોજન કરેલ અને પૂર્ણ ન થયેલ આંગણવાડી મકાન બાંધકામનાં કામો સત્વરે પૂર્ણ કરવા અધ્યક્ષ કલેકટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી.

આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.એમ.જાડેજા , જિલ્લા પુરવઠા અધિકારી ડો. રીના ચૌધરી, પ્રોગ્રામ ઓફિસર ICDS  ઈરાબેન ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. માઢક, જિ.પ. જીલ્લા શિક્ષણાધિકારી  ડો.બી.એન.પ્રજાપતિ , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રજાપતિ , યુનિટ મેનેજર વાસ્મો જે.એલ.ચૌહાણ , જીલ્લા આયોજન અધિકારી જે.કે. ચાવડા, સમાજ કલ્યાણ અધિકારી આર.પી.વાઘેલા, મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારી અવનીબેન દવે તેમજ તમામ સંબંધિત અધિકારી વગેરે હાજર રહ્યા હતા