#TokyoOlympic2021/ પિસ્તોલ શૂટિંગમાં ભારતને મળી નિરાશા, મનુ ભાકરની યાત્રા પૂર્ણ

ટોક્યો ઓલિમ્પિકનો આજે આઠમો દિવસ છે. ત્યારે ઓલિમ્પિક 2020 માં ભારત માટે શૂટિંગ ખૂબ જ નિરાશાજનક અભિયાન સાબિત થયું છે.

Top Stories Sports

ટોક્યો ઓલિમ્પિકનો આજે આઠમો દિવસ છે. ત્યારે ઓલિમ્પિક 2020 માં ભારત માટે શૂટિંગ ખૂબ જ નિરાશાજનક અભિયાન સાબિત થયું છે. 10 મીટર પિસ્તોલ શૂટિંગ અભિયાનમાંથી ભારત પહેલેથી જ બહાર થઇ ગયુ છે, હવે 25 મીટર પિસ્તોલમાં પણ ફાઇનલમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યું છે. આનો અર્થ એ થયો કે ઓલિમ્પિક પિસ્તોલ શૂટિંગમાં ભારતનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / દીપિકા કુમારી મેડલની નજીક પહોંચી, ક્વોર્ટરફાઇનલમાં મેળવ્યુ સ્થાન

મનુ ભાકરે 25 મીટર પિસ્તોલનાં રેપિડ સ્ટેજમાં 290 સ્કોર બનાવ્યો, જેના કારણે તેને કુલ 582 (પ્રિસિઝનમાં 292 અને રેપિડમાં 290 શોટ) આપ્યા. તે મહિલાઓની 25 મીટર પિસ્તોલની ફાઇનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહી. ટોપ 8 માં રહેવા માટે 584 રનની જરૂર હતી. જ્યારે રાહી સરનોબત પહેલેથી જ બહાર હતી, તેણીએ માત્ર 573 નનો સ્કોર બનાવ્યો હતો. મનુ ભાકરે કુલ મળીને 15 મો રેન્ક મેળવ્યો હતો. ફાઇનલ માટે માત્ર ટોપ-8 સ્થાનોને ટિકિટ મળે છે. સતત બીજી ઓલિમ્પિક રમતોમાં ભારતનાં પિસ્તોલ શૂટર્સ મેડલ વિના ઘરે પરત ફરી રહ્યા છે. સૌરભ ચૌધરી ટોક્યો ગેમ્સમાં પિસ્તોલ શૂટિંગ ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય હતા. સૌરભ, મનુ ભાકર અને અભિષેક વર્મા જેવા ખેલાડીઓ પાસેથી ઘણી અપેક્ષા રાખવામાં આવી હતી. પરંતુ આ એક મોટી નિરાશા સાબિત થઇ છે.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / 3000 મીટર સ્ટીપલચેઝમાં અવિનાશ સાબલેએ બનાવ્યો નેશનલ રેકોર્ડ

હવે શૂટિંગમાં ભારત માટે માત્ર અમુક જ રાઇફલ ઇવેન્ટ્સ બાકી છે. મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ કોરોનાવાયરસ ફાટી નીકળ્યા પહેલા ઉચ્ચ આશાઓ વ્યક્ત કરી હતી, પરંતુ તેઓ સ્પષ્ટપણે ઓલિમ્પિક્સનાં દબાણને સમજવામાં નિષ્ફળ રહ્યા હતા. તેઓ સિંગલ અને મિક્સ ઇવેન્ટમાં નિષ્ફળ ગયા હતા, બાકીની સાથે સમાન પરિસ્થિતિ રહી, બધા જ એક જ રીતે નિરાશ કરીને જતા રહ્યા. નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આ તમામ હારનું મૂલ્યાંકન કરશે અને તે પછી જે પણ બહાર આવશે, તે મુજબ પગલાં લેવામાં આવશે.