ખુલાસો/ ગેહના વશિષ્ઠનો દાવો, કહ્યું – મુંબઈ પોલીસે ધરપકડથી બચાવવા માટે માંગ્યા હતા લાખો રૂપિયા..

ગેહનાના જણાવ્યા અનુસાર, આ રકમની ચુકવણી પર, ધરપકડમાંથી મુક્તિની ખાતરી આપવામાં આવી હતી. ગેહના વશિષ્ઠની ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી…

Top Stories Entertainment
ગેહના વશિષ્ઠ

પોર્ન ફિલ્મો માટે ચાર મહિનાથી જેલમાં રહેલી અભિનેત્રી ગેહના વશિષ્ઠે દાવો કર્યો છે કે તેની ધરપકડ માટે પહોંચેલી મુંબઈ પોલીસની ટીમે તેની પાસેથી 15 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ગેહનાના જણાવ્યા અનુસાર, આ રકમની ચુકવણી પર, ધરપકડમાંથી મુક્તિની ખાતરી આપવામાં આવી હતી. ગેહના વશિષ્ઠની ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે જામીન પર બહાર છે.

આ પણ વાંચો :દીપિકા પાદુકોણ પતિ રણવીર સાથે પહોંચી હોસ્પિટલ, લોકોએ GOOD NEWS પર ઉઠાવ્યા સવાલ!

ગેહના વશિષ્ઠે ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા મુંબઈ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે ધરપકડમાંથી મુક્તિ માટે 15 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ગેહનાએ કહ્યું, “તેઓ મને છોડવા માટે 15 લાખ રૂપિયા માંગતા હતા. તેણે મને રકમ ચૂકવવા કહ્યું. પરંતુ જ્યારે મેં કહ્યું કે મેં કંઈ ખોટું કર્યું નથી, ત્યારે તેઓએ કહ્યું કે અમે કોઈની પણ વિરુદ્ધ કેસ કરી શકીએ છીએ.

ગેહના અહીં અટકી ન હતી અને કહ્યું હતું કે, ‘પોલીસે જેલમાંથી રાહત આપવા માટે ઘણી લાલચ આપી પરંતુ મેં જેલમાં રહેવું યોગ્ય માન્યું અને પાંચ મહિના જેલમાં વિતાવ્યા. હવે જ્યારે ચેટ બધાની સામે આવી ગઈ છે, ત્યારે દરેક મને સ્પષ્ટતા માટે પૂછે છે. હું આ બધી બાબતોને સાર્વજનિક કરવા માંગતી ન હતી પરંતુ હવે પોલીસે મને આવું કરવા માટે મજબૂર કરી છે.

આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીને તેના પતિ રાજ કુંદ્રાને લીધે થયું કરોડોનું નુકસાન

ગેહના વશિષ્ઠે આ કેસમાં વધુ બે આરોપી યશ ઠાકુર ઉર્ફે અરવિંદ કુમાર શ્રીવાસ્તવ અને તનવીર હાશ્મીની વોટ્સએપ ચેટ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગેહના વસિષ્ઠે કહ્યું કે આ ચેટ બતાવે છે કે બંને રૂપિયા 8 લાખની વ્યવસ્થા કરી રહ્યા હતા, કારણ કે પોલીસે પૈસાની માંગણી કરી હતી.

મુંબઈ પોલીસ દ્વારા તેની સામે નોંધાયેલા પોર્નોગ્રાફી કેસ અંગે ગેહનાએ કહ્યું કે ફરિયાદીએ બે કે ત્રણ પુખ્ત વીડિયોમાં કામ કર્યું છે. તેમણે કહ્યું કે, “તે કેવી રીતે બની શકે કે તેના પર એકથી વધુ વખત, જુદા જુદા લોકો સાથે દબાણ કરવામાં આવ્યું હતું અને તેને આ માટે પૈસા આપવામાં આવ્યા હતા?” ગેહના પછી, નિર્માતા અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા હવે પોલીસની કસ્ટડીમાં છે.

આ પણ વાંચો :ઝૈદ દરબારે કેમ ગૌહર ખાનને લગ્ન કેન્સલ કરવાની ધમકી આપી હતી?

આ પણ વાંચો :મલાઈકા અરોરાના આ ફોટા જોઇને તમને નજર હટાવાનું મન નહી થાય