માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુવર્ણ વિજય વર્ષ નિમિત્તે દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (NWM) ખાતે 16 ડિસેમ્બર 2020 ના રોજ ચારેય મુખ્ય દિશામાં નિર્દેશિત સુવર્ણ વિજય જ્યોત પ્રગટાવી હતી. પશ્ચિમ તરફ દિશા નિર્દેશિત સમાન જ્વલંત વિજયની એક મશાલ આજરોજ ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન પહોંચી હતી. સુવર્ણ વિજય જ્યોતના આગમન માટે ધ્રાંગધ્રાના સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ હતો.
આ પણ વાંચો :આ બ્રિજ સાત ઓગસ્ટ સુધી રહેશે બંધ , જાણીલો તમે પણ
આ સાથે સૈનિકો, એનસીસી કેડેટ્સ, આર્મી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને કેન્દ્રીય વિદ્યાલયે વિજય જ્વાલાનું ખૂબ જ ઉત્સાહ સાથે “લાસ્ટ માઇલ રન” માં ભાગ લઇ વિજય સાથે સ્વાગત કર્યું. ત્યારબાદ,ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશનના સર્વત્ર વોર મેમોરિયલમાં સ્ટેશન કમાન્ડર દ્વારા વિજય જ્વાલાને નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :કેશોદના હરસુખભાઈ ડોબરીયાની પક્ષીઓ પ્રત્યે અનોખી મિત્રતા
આ પ્રસંગ નિમિત્તે અને પોતાની માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે, સૌથી પ્રતિષ્ઠિત યોધા કેપ્ટન (નિવૃત્ત) સુધીર કુમાર અને સ્ટેશન કમાન્ડરે શ્રદ્ધાંજલિ આપી. આ કાર્યક્રમમાં 1971 ના યુદ્ધના અનુભવીઓ, વીર નારીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, મહાનુભાવો અને સ્ટેશનના સેવા આપતા સૈનિકોએ ભાગ લીધો હતો. આજે સવારે આ વિજય જવાલા જ્યોત ધ્રાંગધ્રામાં પ્રવેશી હતી. અને શહેરના વિવિધ માર્ગ ઉપર ફરી હતી. જેમાં ધ્રાંગધ્રા ના શહેરીજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :રાજય માં આગામી ૪ દિવસ અતિભારે વરસાદની આગાહી
આ પણ વાંચો :હાઈકોર્ટના ડ્રાયવરની દીકરીનો આપઘાત મામલો, આરોપીઓના જામીન નામંજૂર
