અમદાવાદ શહેર એ એવું શહેર છે જે દિવસે ને દિવસે વિકસતું જોવા મળી રહ્યું છે . જેમાં શહેરમાં ઠેર-ઠેર મેટ્રો ટ્રેનનું કામ ધીમી ગતિએ ચાલતું જોવા મળી રહ્યું છે . જેમના લીધે કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે હવે મેટ્રો પ્રોજેક્ટના કામને કારણે શહેરનો જીવરાજ બ્રિજ એક અઠવાડિયા માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . મેટ્રો રેલની કામગીરી પગલે શહેરમાં બ્રિજ 1થી 7 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે .
આ પણ વાંચો :CM રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે લોકસેવાનાં કાર્યોનું આયોજન : આજે 1 ઓગસ્ટે જ્ઞાન શક્તિ દિવસ
મેટ્રો રેલની કામગીરી પગલે અમદાવાદમાં જીવરાજ ચાર રસ્તાથી શ્યામલ સુધીનો બ્રિજ મેટ્રોની કામગીરીને કારણે બંધ કરવામાં આવ્યો છે.જેમાં બ્રિજ બંધ કરાતા વાહનવ્યવહારને વેજલપુર તથા ધરણીધર ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પહેલા દિવસે મોટાભાગનાં લોકોને આ અંગેની જાણ ન રહેતા ઘણી સમસ્યા થઇ રહી છે.
આ પણ વાંચો ;આજે દેશમાં ઉજવવામાં આવે છે ફ્રેન્ડશીપ ડે, જાણો શું છે તેનો ઈતિહાસ?
જીવરાજ બ્રિજને બદલે લોકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જીવરાજ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા તરફ જવા માટે બળીયાદેવ મંદિર ચાર રસ્તાથી જમણી બાજુએ વળી વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગથી આગળ ચંદ્રમૌલી સ્કૂલ ત્રણ રસ્તાથી જમણી તરફ વળી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા રોડ પર જીવરાજ બ્રિજની નીચેના ભાગથી ડાબી બાજુ સર્વિસ રોડથી શ્યામલ ચાર રસ્તા તરફ અવર-જવર કરી શકાશે.
