Not Set/ અમેરિકાથી પાકિસ્તાન કેમ રોષે ભરાયું,જાણાે કેમ ?

અફઘાનિસ્તાન અને ચીન પ્રત્યે પાકિસ્તાનના વલણમાં સુધારાના અભાવે અમેરિકા-પાકિસ્તાન સંબંધોમાં ખટરાગ જોવા મળે છે

World

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ બાઇડને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે વાત કરી નથી. બાઇડનને રાષ્ટ્રપતિ બન્યાને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે પરંતુ તેમણે હજુ સુધી ઇમરાન ખાનને ફોન કર્યો નથી. જ્યારે અમેરિકા રાષટ્રપતિએ ભારત સહિત અન્ય ઘણા દેશોના રાજ્યોના વડાઓ સાથે વાત કરી છે. હવે પાકિસ્તાનને આ બાબતે મરચાં લાગ્યા  છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફે કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈમરાન ખાન સાથે વાત કેમ નથી કરી કે તે સમજ બહાર છે. બાઇડેનની ફોનની રાહ જોઈને બેઠેલી ઈમરાન સરકારની પીડા તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દ્વારા એક મુલાકાતમાં વર્ણવવામાં આવી છે.

પાકિસ્તાનના એનએસએ એ કહ્યું કે ‘અમેરિકાના રાષ્ટ્રપતિએ આવા મહત્વના દેશના વડાપ્રધાન સાથે વાત કરી નથી, જેના વિશે અમેરિકા  કહે છે કે તે મેક એન્ડ બ્રેક બાબત છે.  અમેરિકન હાવભાવને સમજવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છીએ … અમને કહેવામાં આવે છે કે દર વખતે ફોન આવશે , શું ટેકનીકી સમસ્યા છે.  સાચું કહું તો લોકોમાં વિશ્વાસ નથી રહ્યો   જો ફોન કોલ એક છૂટ છે … જો સુરક્ષા સંબંધો છૂટ છે, તો પાકિસ્તાન પાસે વિકલ્પો છે. ‘ જો કે, આ મુલાકાતમાં, પાકિસ્તાની એનએસએ એ કહ્યું નથી કે તેઓ કયા વિકલ્પ વિશે વાત કરી રહ્યા છે.

એનએસએ ના તમામ પ્રયાસો છતાં, ઇસ્લામાબાદ અને અમેરિકા વચ્ચેના સંબંધો અત્યંત નાજુક સ્થિતિમાં છે. પાકિસ્તાનના ટોચના અધિકારીઓએ અમેરિકી વહીવટીતંત્રના ટોચના અધિકારીઓ સાથે પણ અનેક બેઠકો યોજી છે, પરંતુ અફઘાનિસ્તાન અને ચીન પ્રત્યે પાકિસ્તાનના વલણમાં સુધારાના અભાવે અમેરિકા-પાકિસ્તાન સંબંધોમાં ખટરાગ જોવા મળે છે. મોઈદ યુસુફ અફઘાન સમસ્યા પર ચર્ચા કરવા વોશિંગ્ટન ડીસીમાં છે. તેમની સાથે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી  આઇએસઆઇ ના વડા પણ છે.

બાઇડેન એડમિનિસ્ટ્રેશનના એક અધિકારીએ કહ્યું કે ‘ઘણા દેશોના નેતાઓ એવા છે કે રાષ્ટ્રપતિ ખાનગી રીતે વાત કરી શક્યા નથી. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે પાકિસ્તાની પીએમ સાથે પણ વાત કરશે.