રોજિંદા જીવનમાં, આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વિશે ભૂલી જઈએ છીએ. મોબાઇલ ફોન વપરાશકર્તાઓ સિમ કાર્ડનો ઉપયોગ કરે છે, પરંતુ જો તેમનું ફુલ ફોર્મ પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઇ કહી શકે. એ જ રીતે, જો તમને પાન કાર્ડ વિશે પૂછવામાં આવે કે, PANનો અર્થ શું છે, તો ભાગ્યે જ કોઈ તેના વિશે જાણે છે. આવી વસ્તુઓનું ફુલ ફોર્મ તમને જણાવીએ.
SIMનું ફુલ ફોર્મ
મોબાઇલ ફોન લીધા બાદ નંબર માટે સિમકાર્ડ ખરીદવું પડે છે, ત્યારબાદ યુઝર અન્ય કોઇ પણ નંબર પર સંપર્ક કરી શકે છે. તેનું ફુલ ફોર્મ સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ છે.
PDFનું ફુલ ફોર્મ
ઓનલાઈન દસ્તાવેજો ઘણીવાર PDF ફોર્મેટમાં જ હોય છે. પીડીએફ ફાઇલ સત્તાવાર કામમાં વપરાય છે. તેનું ફુલ ફોર્મ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ છે.
IFSCનું ફુલ ફોર્મ
IFSC નો ઉપયોગ બેન્કિંગ સિસ્ટમમાં થાય છે. જ્યારે પણ પૈસા ટ્રાન્સફર કરવા હોય ત્યારે IFSC કોડ જરૂરી છે. જુદી જુદી બેંક શાખાઓ અલગ IFSC કોડ ધરાવે છે. તેથી તેનો ઉપયોગ ઓનલાઈન મની ટ્રાન્સફર માટે થાય છે. તેનું ફુલ ફોર્મ ભારતીય નાણાકીય સિસ્ટમ કોડ છે.
ATMનું ફુલ ફોર્મ
આપણે પૈસા કાઢવા માટે એટીએમ મશીનો પર જઈએ છીએ, પરંતુ ઘણા ઓછા લોકો એટીએમનો અર્થ જાણે છે. ATM નું ફુલ ફોર્મ ઓટોમેટેડ ટેલર મશીન છે.